રાજકોટમાં સામા કાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરાને પ્રેમ સંબંધોના નામે ભગાડી લીંબડી અને પારડી ખાતે લઈ જઈ દુષ્કર્મ આચરવાના અઢી વર્ષ પહેલાંના કેસમાં સ્પેશિયલ પોક્સો અદાલતે ધારીના પારડી ગામના સાગર ચીમનભાઈ ચુડાસમાને તકસીરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂ.3000નો દંડ તેમજ ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના સામા કાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષ અને 11 માસની સગીરાને ધારી તાલુકાના પારડી ગામે રહેતા સાગર ચીમનભાઈ ચુડાસમા નામના શખ્સે પ્રેમ સંબંધોના નામે લાલચાવી ફોસલાવી ભગાડી જઈ લીંબડી અને પારડી દુષ્કર્મ આચર્યું હોવાની ભોગ બનનાર સગીરાના પિતાએ તા.28/ 11/ 2022ના રોજ આરોપી સાગર ચીમનભાઈ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સાગર ચુડાસમાની ધરપકડ કરી તબીબી અને ફોરેન્સિક તપાસના નમુના વગેરે ધોરણસરની કાર્યવાહી જેલ હવાલે થયો હતો. ચાર્જશીટ બાદ આ કેસ સ્પેશિયલ પોક્સો અદાલતમાં ચાલવા ઉપર આવતા ભોગ બનનારના પિતા, તબીબ અને પોલીસની જુબાની લેવામાં આવ્યા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ સ્પે. પોકસો કોર્ટે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના પોકસો એકટ હેઠળના ગુનામાં સાગર ચીમનભાઈ ચુડાસમાને તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ. 3000નો દંડ ફટકાર્યો છે, તેમજ ગુજરાત વિકટીમ કોમ્પેન્સેસન સ્કીમ 2019 અન્વયે ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશકુમાર એસ. જોષી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech