અદાલતમાં કોઈ સાક્ષી ફરી જાય એટલા માત્રથી આરોપી નિર્દેાષ સાબિત થઈ જતો નથી.સુપ્રીમ કોર્ટે એક સુનાવણી દરમિયાન કહ્યું છે કે આરોપીની સજાને માત્ર એટલા માટે રદ કરી શકાય નહીં કારણ કે સાક્ષીનું નિવેદન બદલી જાય છે. કોર્ટે કહ્યું કે ફરિયાદ પક્ષના સાક્ષી પ્રતિકૂળ વલણ અપનાવવા અને સરકારની ઉલટ તપાસને કારણે નિવેદનને નકારી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષના સાક્ષી પ્રતિકૂળ હોવાને કારણે કેસ ફગાવી દેવામાં આવતો નથી. આરોપી સામેની સજાને માત્ર એ આધાર પર છોડી શકાતી નથી કે ફરિયાદ પક્ષના સાક્ષી પ્રતિકૂળ થઈ ગયા હતા.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે નીચલી કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયોને યથાવત રાખ્યા છે. આરોપીને નીચલી અદાલત અને હાઈકોર્ટે દોષિત ઠેરવ્યો હતો. સર્વેાચ્ચ અદાલતે કહ્યું કે સાક્ષીના મુખ્ય નિવેદન અને તેની સાથેની ઉલટતપાસ વચ્ચે ફરિયાદ પક્ષની જુબાનીમાં અંતર હતું. આ સાક્ષી આરોપીના પ્રભાવમાં આવ્યો હતો અને તેણે તેના મુખ્ય નિવેદનથી ભટકીને ઊલટતપાસ દરમિયાન પોતાનું નિવેદન આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પીડિતાના નિવેદન, સાક્ષીનું મુખ્ય નિવેદન, મેજિસ્ટ્રેટ સમક્ષ સાક્ષીએ આપેલા નિવેદન અને મેડિકલ રેકોડર્સમાંથી આ કેસમાં પૂરતા પુરાવા છે. અને તે ધ્યાને લેવાવા જ જોઈએ
શું હતો મામલો?
આ મામલો તામિલનાડુનો છે. ૨૮ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ, વાણિયામપાડી ટાઉનમાં, ફરિયાદી યુવતીએ જણાવ્યું હતું કે તેની સાથે સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી . મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.૨૨ વર્ષની યુવતીનું નિવેદન છે કે ૨૭ જાન્યુઆરીએ જયારે તે કામ પરથી ઘરે પરત ફરી રહી હતી ત્યારે કંપનીના મેનેજરે તેને કામના બહાને બોલાવી હતી અને અન્ય લોકો સાથે તેની સાથે બળાત્કાર કર્યેા હતો. નીચલી અદાલતે આરોપીને સામૂહિક બળાત્કારનો દોષી ઠેરવ્યો અને તેને ૧૦ વર્ષની જેલની સજા ફટકારી. હાઈકોર્ટે સજા યથાવત રાખી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech