BREAKING NEWS

જામનગર : જામજોધપુરમાં બાળા સાથે અડપલા કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

  • January 24, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરમાં બાળા સાથે અડપલા કરનાર આરોપીને સ્પે. પોકસો કોર્ટે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને બે લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.


આ કામના ફરિયાદીની સગીર વયની પુત્રી ભોગ બનનાર ઉંમર વર્ષ ૧૧ વાળી ને આ કામના આરોપી ચંદુ નાથાભાઈ ચાવડા ઉંમર વર્ષ ૪૫ રહેવાસી જામજોધપુર વાળાએ ભોગ બનનાર આરોપીની દુકાને નાસ્તો લેવા ગઈ ત્યારે આરોપીએ પોતાના ઘરના વાસણ સાફ કરી દે તેમ કહી હાથ પકડી આરોપીની દુકાનની બાજુમાં જ પોતા નું ઘર હોય ત્યાં લઈ ગઈ અને ભોગ બનનાર સાથે જબરજસ્તી કરી ભોગ બનનારના શરીરે અડપલા કર્યા હતા.
​​​​​​​

આરોપીએ ભોગ બનનારને કહેલ કે આ વાત કોઈને કહીશ તો હું તને ગળુ દબાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપે લ બાદ ભોગ બનનારે તેમના  ભાભુને બનાવની હકીકત કરેલ બાદ આરોપી વિરુદ્ધ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૫૪ ૩૫૪ ક.૧,૨, ૫૦૬ ૨  તથા  પોક્સો કલમ ૮ ૧૨ મુજબની ફરિયાદ કરેલ જે કે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ નંબર ૪૯ / ૨૧ થી આર. પી.મોગેરાની કોર્ટમાં ચાલી જતા જેમાં સરકાર તરફે ૧૨ જેટલા સાહેદ તથા દસ્તાવેજ પુરાવા રજુ કરેલ.


સરકાર તરફની દલીલ ગ્રાહી રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોક્સો કલમ આઠમાં પાંચ વર્ષની સખત કેદ ની સજા તથા રૂપિયા ૧૫૦૦૦ દંડ અને દંડ ન ભરે તો છ માસની વધુ સખત કેદની સજા તેમજ  પોક્સો કલમ ૧૨ મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ અને દંડના ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા તથા આઈપીસી કલમ ૫૦૬ બે મુજબ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા ૫૦૦૦ દંડ અને દંડના પર તો વધુ ત્રણ માસની સખત કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા બે લાખ પુરા ચૂકવવા તેઓ હુકમ સ્પેશિયલ પોકસો કોર્ટના જજએ કરેલો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application