BREAKING NEWS

રાતીયા ગામે થયેલ હત્યાના આરોપીઓ થયા જેલ હવાલે

  • November 24, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના રાતીયા ગામે યુવાન ઉપર ખુની હુમલો થયો હતો તેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા ત્યાં તેનું મોત થયું હતું આ બનાવમાં હત્યાના બંને આરોપીઓને પોલીસે પકડી પાડ્યા હતા. અને બંનેને જેલ હવાલે કરી દેવાયા છે. 
પોરબંદર નજીકના રાતીયા ગામે રહેતા દેવશી ગાંગા કેશવાલા નામના સહકારી મંડળીના પ્રમુખ ઉપર પરબત નાથા ઓડેદરા અને કારા પરબત મોરી એ ખૂની હુમલો કર્યો હતો. ઘવાયેલા દેવશી ને સારવાર માટે રાજકોટ લઈ જવા હતા ત્યાં તેનું મોત થતા મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. તો બીજી બાજુ પોરબંદર પોલીસે આ બનાવવામાં ખુનીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી અને બંને આરોપીઓ પરબત અને કારા ને પકડી પાડવામાં આવ્યા છે. બંનેને જેલ હવાલે કરી દેવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News