જામનગરમાં રહેતા કારખાનેદાર લાલજી સવજીભાઇ મારકણાના પત્ની સુધાબેન દ્વારા ગત તા. ૨૬-૯-૨૫ના રોજ સીટી-એમાં ફરીયાદ નોંધાવેલ કે, તેમના પતિ લાલજીભાઇને ધંધાકીય કામ સબબ નાણાની જરૂરીયા ઉભી થતા જામનગરમાં વસવાટ કરતા ધર્મેશ મુુળજી રાણપરીયા અને અન્ય ઉપેન્દ્ર રમેશ ચાંદ્રા, કિરીટ અરૂણ ગંઢા, હરીશ પ્રભુ ગંઢા, જેઠા નાથા હાથલીયા ઇસમો સાથે નાણાકીય વ્યવહાર કરેલ જેમાંથી વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચુકવતા હતા અને બાદમાં વ્યાજ ચુકવી નહી શકતા બ્રાસના મશીનો લઇ ગયેલ તેમજ લાલજીભાઇને ગોંધી રાખી ધાક ધમકીઓ આપી હતી, દરમ્યાન લાલજીભાઇએ ઝેરી દવા પી આપઘાતની કોશીષ કરી હતી, આ ગુનામાં ફરીયાદ નોંઘ્યા બાદ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોકત ઇસમો પૈકી ધર્મેશ રાણપરીયા દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન મુકત થવા તેમના વકિલ મારફત અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં દલીલોને ઘ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા ધર્મેશ રાણપરીયાને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ ઝાલા, કેયુર અજુડીયા રોકાયા હતા.