ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગરની યુવતીને ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત અને રૂ. ૧૭ હજારનો દંડ અને અને પીડિતાને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. નીમકનગર ગામની યુવતીને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના કેસમાં મૂળ વિરેન્દ્રગઢ ગામના રહેવાસી અજયભાઈ ઠાકોર સામે આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મકે પોક્સો અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરી તેને જેલહવાલે કર્યો હતો.
દરમિયાન આ કેસ ધ્રાંગધ્રાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલો રજૂ કરી હતી. કોર્ટે ૧૫ સાક્ષીઓની જુબાની, ૨૧ જેટલા દસ્તાવેજી પુરાવા તેમજ પીડિતા અને તબીબનાં નિવેદનોને ધ્યાને લીધાં હતા , તેમજ રજૂ યેલા પુરાવા અને દલીલોને આધારે અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે સો આરોપીને રૂ. ૧૭ હજારનો દંડ કરવા ઉપરાંત પીડિતાને વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.