BREAKING NEWS

દામનગરમાં સગીરાની છેડતીના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદની સજા

  • January 19, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દામનગરમાં વર્ષ 2024માં સગીરાની છેડતીના ગુનાના આરોપીને અમરેલી પોક્સો કોર્ટે 3 વર્ષની સખત કેદની સજા અને 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલ ત્રિવેદીની દલીલ અને તપાસ અધિકારી પીઆઈ કોલાદરાની કાર્યવાહીના આધારે કોર્ટે સજાનો હુકમ કર્યો છે.

કેસની પ્રાપ્ત વિગત મુજબ દામનગરમાં રહેતા પરિવારની એક સગીરવયની પુત્રીને વર્ષ 2024માં કિશન શામજીભાઈ ઓગાણિયા (ઉ.વ.21-કોળીવાસ, દામનગર)એ છેડતી કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે કિશન સામે તત્કાલીન પીઆઈ આર.વાય.રાવલની રાહબરીમાં દામનગર પોલીસ મથકમાં પોક્સો એક્ટની હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની ઊંડાણપૂર્વક તપાસ પીઆઈ વી.એમ.કોલાદરાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બી.એસ.માલકિયા દવારા કરવામાં આવી હતી. આરોપીને કોર્ટમાં રજુ કરતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ કેસ અમરેલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.આર.ત્રિવેદીની દલીલો અને તપાસનીશ અધિકારી પીઆઈ કોલાદરા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને ધ્યાને લઇ અમરેલી પોક્સો કોર્ટે આરોપી કિશન ઓગાણિયાને ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.20 હજારનો દંડ કરતો હુકમ કરતા પીડિત પરિવારને દોઢ વર્ષના સમયમાં ન્યાય મળતા પોલીસ અને ન્યાય તંત્રનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application