BREAKING NEWS

પોરબંદરમાં ચેક બાઉન્સના કેસમાં આરોપીને પડી બે વર્ષની સજા

  • January 12, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ચેક બાઉન્સના કેસમાં આરોપીને  બે વર્ષની સજા પડી છે તથા બમણી રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
હાલના કેસની હકીકત એવી છે કે, આ કામના આરોપી નાથા વેજા કોડીયાતર અને ફરીયાદીના પિતા માલદેભાઇ રામદેભાઇ ઓડેદરા વચ્ચે ઘણા લાંબા સમયથી અંગત સબંધ હોય અને એકબીજાથી સારી રીતે પરિચિત હોય આ રીતે ટ્રકના વ્યવસાયને વેગ આપવા અને ધંધાના ઉત્કર્ષ અને વિકાસ માટે આરોપી નાથા વેજા કોડીયાતરને નાણાની જ‚રીયાત પડતા ફરીયાદીના પિતાએ ‚ા. ૮,૫૨,૦૦૦ ની માંગણી કરતા ફરીયાદીના પિતાએ નાથા વેજા કોડીયાતરને ‚ા. ૮,૫૨,૦૦૦ આપેલા હતા.
નાથા વેજા કોડીયાતરે અને ફરીયાદીના પિતાએ બે સાક્ષીઓની હાજરીમાં હાથ ઉછીના આપ્યાનો લેખિત કરાર નોટરી સમક્ષ કરાવેલ અને નાથા વેજા કોડીયાતરે ‚ા.૪,૫૨,૦૦૦ નો ચેક આપેલ જે ચેક બેંકમાં જમા કરાવતા અપુરતા ભંડોળના કારણે પરત ફરતા ફરીયાદીએ તેમના પિતાના પાવરદાર તરીકે નાથા વેજા કોડીયાતરને તેમના વકીલ મારફતે નોટીસ મોકલાવેલ અને જે નોટીસ મળી જતા અને નોટીસનો પ્રત્યુત્તર તેમજ ચેક મુજબની રકમ ન ચુકવતા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી. ત્યારબાદ મૌખિક અને દસ્તાવેજી પુરાવા ફરીયાદપક્ષે રજુ કરવામાં આવેલ ત્યારબાદ બંને પક્ષોની દલીલ સાંભળી તથા સુપ્રીમકોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ ધ્યાને રાખીને ન્યાયમૂર્તિ જે.એસ.જોષી દ્વારા આરોપીને બે વર્ષની કેદની સજા તેમજ ચેકની બમણી રકમનો દંડનો ન્યાયભર્યો હુકમ કરેલ છે.
આ કામમાં ફરીયાદપક્ષે જોખીયા એડવોકેટસ ઓફીસમાંથી એડવોકેટ આઇ.યુ. જોખીયા, સલીમભાઇ ડી. જોખીયા, સરફરાઝભાઇ ડી. જોખીયા, રમેશભાઇ જે..ગોહેલ તથા એ.એ. શેખ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application