BREAKING NEWS

જામનગર નજીક સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા

  • December 18, 2025 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર નજીક સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જઇ દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ તેમજ ભોગ બનનારને વળતર પેટે ચાર લાખ ચુકવવાનો હુકમ જામનગરની પોકસો અદાલત દદ્વારા કરવામાં આવ્યો છે.


આ કેસની હકીક્ત એવી છે કે, આરોપી મયુર પ્રફુલભાઈ ફટાણીયાએ ફરીયાદીની દિકરી સગીર વયની હોવાનુ જાણતો હોવા છતા ભોગબનનાર સાથે ઈન્સટાગ્રામમાં તથા મોબાઈલ ફોન દ્વારા તેની સાથે વાતો કરી મેસેજ કરી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઈ જઈ, દુષ્કર્મ કરી, બળજબરી કર્યા અંગેની ફરીયાદ તા.૨૧/૧૦/૨૦૨૩ નારોજ જામનગર પંચ-બી પોલીસ સ્ટેશન માં ફરીયાદી દ્વારા નોંધાવવામાં આવેલ હતી. 


જે ફરીયાદનાં અનુસંધાને તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા ગુનાની તપાસ કરી આરોપી વિરુધ્ધ આઈ.પી.સી ની કલમ ૩૬૩ વિગેરે તથા પોક્સો એક્ટ ની ક્લમ ૧૨ તથા એટ્રોસીટી એકટ ની કલમ ૩(૨)(૫) મુજબનો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી.


આ કેસ જામનગરની સ્પે.પોકસો અદાલતમાં ચાલી જતા ભોગબનનાર, ફરીયાદી, મેડીકલ ઓફીસર વિગેરેની જુબાનીઓ તથા સરકાર પક્ષે રજુ કરવામાં આવેલ ૩૮ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલે અદાલત સમક્ષ ધારદાર દલીલ કરતા જણાવેલ કે, આરોપી સામે સગીરવયની બાળા સાથે બદકામ તેમજ દુષ્કર્મ કરવા અંગેનો આરોપ છે તેમજ સમાજમાં દિન પ્રતિદીન આ પ્રકારના વધતા જતા ગુનાઓને કારણે સગીર વયની બાળાઓ ઉપર આવા દુષ્કૃત્ય થી તેમના જીવન પર્યત માનસિક અસર પડે છે, આરોપી સામે પ્રથમદર્શનીય કેસ છે.


આથી આવા સંજોગોમાં સગીર બાળા ઉપર થયેલ દુષ્કર્મના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સમાજમાં દાખલો બેસે તેથી આરોપીને મહત્મ સજા અને દંડનો હુકમ કરવા રજૂઆત કરેલ હતી. જે રજૂઆતો ધ્યાને લઈ જામનગરની સ્પે. પોક્સો અદાલતના ન્યાયાધીશ આર.પી.મોગેરાએ બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ઉપરોક્ત હકીકતો ધ્યાને લઈ આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા તથા દંડનો હુકમ ફરમાવેલ છે તેમજ ભોગબનનાર ને વિક્ટીમ કમ્યુન્સેશન સ્કીમ હેઠળ વળતર પેટે ૪,૦૦,૦૦૦ ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News