BREAKING NEWS

જામનગરની કોર્ટ પાસેથી ભાગેલો આરોપી ગણતરીની કલાકોમાં પકડાયો

  • December 23, 2025 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા એક વાહન ચોર આરોપીને પકડી લઈ સીટી-સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કર્યો હતો, જે પોલીસ ટીમ ગઇકાલે આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવા લઇ ગયા હતા તે દરમિયાન રફુચક્કર થઈ જતાં પોલીસ તંત્ર ધંધે લાગ્યું છે, અને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું હતું અને એલસીબી ની ટુકડીએ સચાણા સુધી પીછો કરી આરોપીને ઝડપી લીધો.


જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાંથી એકી સાથે ચાર વાહનોની ચોરી કરનારા આરોપી અલબાજ ઉર્ફે અરબાજ ફારૂકભાઇ કટારીયા ને એલસીબી ની ટુકડીએ રવિવારે સાંજે ઝડપી લીધો હતો, અને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો હતો.


દરમિયાન સોમવારે બપોરે સીટી સી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે આરોપીને જામનગરની અદાલત સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટ કમ્પાઉન્ડમાં પોલીસને ચકમો આપીને આરોપી અલબાઝ ભાગી છુટતાં ભારે દોડધામ મચી ગઇ હતી.  
​​​​​​​

જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની તથા સીટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલાની રાહબરી હેઠળ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, પેરોલ ફર્લોની ટીમ સીટી-એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ અને સી. ડિવિઝનની પોલીસ ટુકડી વગેરે દ્વારા આરોપીને શોધવા માટેની કોમ્બિંગ હાથ ધર્યુ હતું. એલસીબીની ટુકડીએ ચોક્કસ બાતમી મેળવી સચાણા સુધી પીછો કરીને આરોપીને ઝડપી લીધો હતો. જેને જામનગર લાવ્યા બાદ આગળની કાર્યવાહી ચલાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application