રાજકોટમાં બાટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગેંગમાં 14 જેટલા ગેંગના સાગરીતો સામેલ છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ તમામ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેરમાં સંગઠિત ગુનાઓ આચરતી ટોળકીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઓળખ કરવામાં આવેલ છે. તેમાં એક બાટલી ગેંગ કરીને છે જેમાં 14 જેટલા સાગરીતો સામેલ છે. આ ગેંગ રૂખડિયાપરા અને રેલનગરમાં સક્રિય છે. તેમના વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેના આધારે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ટોળકીમાં 14 સભ્યો સામેલ છે. જેનો લીડર લાલી છે જે હાલ જેલમાં બંધ છે. આ સિવાય નવ આરોપીઓ જેમાં સલીમ ઈસ્માઇલ શેખ, , ઈશુબ આરિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ સહિતના અમારી કસ્ટડીમાં છે. હાલ 11 આરોપી અમારા કબ્જામાં છે જ્યારે ત્રણ આરોપી ફરાર છે. આ તમામ આરોપીઓ વિરૂદ્ધ ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર પોલીસ પર હુમલો સહિતના 57 ગુનાઓ દાખલ છે. એસીપી બસીયા, પીઆઈ ગોંડલિયા અને પીએસઆઈ જાડેજાની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસના આ કડક વલણથી સ્થાનિક ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો છે.
૫૭થી વધુ ગંભીર ગુનાઓનો ઈતિહાસ
આ ગેંગના સભ્યો છેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં સંગઠિત રીતે ગુનાખોરી કરી રહ્યા હતા. તેમની સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદે મંડળી રચવી, પોલીસ ઉપર હુમલા અને NDPS (નશાકારક દ્રવ્યો) ના વેચાણ સહિત કુલ ૫૭ થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.