વાંકાનેરમાં ગેરકાયદે હાર્ડમોરમ ખનન સામે કાર્યવાહી, રૂા.એક કરોડનો મુદ્દામાલ સીઝ
વાંકાનેરમાં ગેરકાયદે હાર્ડમોરમ ખનન સામે કાર્યવાહી, રૂા.એક કરોડનો મુદ્દામાલ સીઝ
August 14, 2026 09:42 AM
બોકળથંભા–લુણસારિયા સીમમાંથી એકસકેવેટર અને ડમ્પર જ; માપણી પૂર્ણ થતાંની સાથે જ દંડકીય કાર્યવાહી થશે
મોરબી જિલ્લ ાના વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહન સામે રાજકોટ લાઈંગ સ્કવોર્ડ દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે. મોજે બોકળથંભા–લુણસારિયા સીમ વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન એક એકસકેવેટર મશીન અને એક ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી રાજકોટ લાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક અંકિત ભટ્ટની સૂચનાથી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, બોકળથંભા–લુણસારિયા સીમ વિસ્તારમાં હાર્ડમોરમ ખનીજનું ગેરકાયદેસર રીતે ખનન અને વહન થતું હોવાની માહિતીના આધારે લાઈંગ સ્કવોર્ડની ટીમ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી સાની કંપનીનું એક એકસકેવેટર મશીન તથા એક ડમ્પર મળી આવ્યા હતા. સ્થળ પર કરવામાં આવેલી તપાસમાં સ્થાનિક સ્તરે ગેરકાયદેસર હાર્ડમોરમ ખનીજના ખનન અને વહનમાં સંડોવણી હોવાનું પ્રાથમિક રીતે ફલિત થયું હતું. આ કાર્યવાહી અંતર્ગત ખનન પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા બંને વાહન–મશીન સહિત આશરે રૂા.૧ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. સીઝ કરાયેલો મુદ્દામાલ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો છે. ગેરકાયદે ખનન સામેની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. દરમિયાન, આ કેસમાં તાજા હાર્ડમોરમ ખનીજના ખનનની માપણી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. માપણીના આધારે ગેરકાયદે ખનન થયેલા ખનીજનો જથ્થો તથા તેની જવાબદારી નક્કી કરવામાં આવશે. ત્યારબાદ નિયમ મુજબ દંડકીય કાર્યવાહી હાથ ધરવા માટે કચેરી કક્ષાએ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે