BREAKING NEWS

પ્રેમિકાને પતિની સાથે જોઇ ઉશ્કેરાયેલા પ્રેમીએ પાઇપ ફટકારી બન્નેનેે પતાવી દીધા

  • July 20, 2026 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે દંપતીની ક્રુરતાપૂર્વક હત્યાનો રાજકોટ રલ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. અહીં વાડી વિસ્તારમાં જ કામ કરતા ખેતમજૂરને અગાઉ પરિણીતા સાથે પ્રેમસંબધં હોય પરંતુ લ થઇ શકયા ન હતાં. દરમિયાન નવ દંપતી અહીં આવતા પ્રમિકાને પતિની બાહત્પપાશમાં જોઇ બદલાની ભાવના સાથે આરોપીએ પાઇપના ક્રુરતાપૂર્વક ઘા ફટકારી પતિ– પત્નીની હત્યા કરી નાખી હતી.પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગઈ તા. ૧૪ ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા મોટીમારડ ગામની સીમમાં રમેશભાઈ ભુતની વાડીમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની રોહિત અને તેની પત્ની દુર્ગાની ક્રૂરતાપૂર્વક હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.બનાવને લઇ રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર સહિતના ઘટનાસ્થળે દોડી ગયા હતાં. ગુનાનો ભેદ ઉકેલવા માટે એલસીબી, એસઓજી, એફએસએલ, ડોગ સ્કવોડ, ફિંગરપ્રિન્ટ એકસપર્ટ અને સાયબર ટીમ સહિત સ્થાનિક પોલીસની અલગ–અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી.
ઘટનાસ્થળ આજુબાજુના ૫૦૦ મીટરના વિસ્તારમાં આરોપીના ફટપ્રિન્ટસ અને હથિયારની શોધખોળ શ કરી ઘટનાસ્થળની આસપાસના ૫ કિમી વિસ્તારના ખેતમજૂરો તેમજ ૧૦ કિમી વિસ્તારના એન્ટ્રી–એકિઝટ પોઇન્ટસના સીસીટીવી ફટેજ ચકાસવામાં આવ્યા હતા. તેમજ મૃતક પતિ–પત્નીના મોબાઈલ ફોનનું ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ પુરાવા એકત્રિત કરવા માટે ફોનને એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા બાદ ટેકિનકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુરેશ કમલેશ બારીયા (ઉ.વ.૧૯), (હાલ રહે. વાલા સીમડી ગામની સીમ, જીનાગઢ, મૂળ મલેપુર, દાહોદ) ને ઝડપી લઇ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે,ઘટનાના દિવસે આરોપી વાડીમાં આવેલ ત્યારે પતિ–પત્ની બંને સૂતા હતા. આરોપી સુરેશ બારીયા મરણજનાર દુર્ગા સાથે પ્રેમસંબધં ધરાવતો હતો અને તેની સાથે લ કરવા ઈચ્છતો હતો. પરંતુ પારિવારિક સમીકરણો અને દુર્ગાના લ રોહિત સાથે થઈ જતાં તે પોતાનો પ્રેમસંબધં સહન કરી શકતો ન હતો. અને બદલાની ભાવના સાથે રાત્રીના સમયે વાડીમાં પડેલી લોખંડની મજબૂત પાઇપના ઘા ઝીંકીને તેણે પતિ–પત્ની બંનેની ઘાતકી હત્યા કરી નાખી હતી.
આ ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં પીએસઆઈ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી, એમ.પી.ભરવાડ, એસઓજી ટીમ અને પાટણવાવ પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.એમ.ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application