BREAKING NEWS

અભિનેતા સલમાને એક બે નહીં, પુરા ૧૬ કિલો વજન ઘટાડું

  • August 04, 2026 02:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડના દબગં સુપરસ્ટાર સલમાન ખાનના સ્વાસ્થ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો અને ચિંતાઓ પર આખરે વિરામ મુકાયો છે. તાજેતરમાં જાહેરમાં સ્પોટ થયા બાદ સલમાન ખાનના ઘટેલા વજનને જોઈને તેના ચાહકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી. જોકે, હવે ભાઈજાન સલમાન ખાને પોતે જ પોતાની હેલ્થ અંગેનું મૌન તોડીને ખુલાસો કર્યેા છે કે તેણે પોતાનું ૧૬ કિલો વજન ઘટાડું છે.
મળતી વિગતો મુજબ, સલમાન ખાન તાજેતરમાં પોતાના ભાઈ સોહેલ ખાનના શો 'અલાયન્સ'ના સેટ પર પહોંચ્યો હતો. આ મુલાકાત દરમિયાન બંને ભાઈઓ વચ્ચે ફિટનેસ અંગે રસપ્રદ વાર્તાલાપ થયો હતો. સોહેલ ખાને પોતાના સિકસ–પેક એબ્સ બતાવીને ૧૨ કિલો વજન ઘટાડાનો દાવો કર્યેા હતો, જેના જવાબમાં સલમાને હસતાં હસતાં ખુલાસો કર્યેા હતો કે તેણે પોતે પણ ૧૬ કિલો વજન ઓછું કરી નાખ્યું છે. સલમાનના આ ખુલાસાથી ચાહકો અને સેટ પર હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, લૂક ચેન્જ થયા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ સતત સલમાનના સ્વાસ્થ્ય અંગે સવાલો પૂછી રહ્યા હતા. જેનો જવાબ આપતાં સલમાને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાની શર્ટલેસ ફિટનેસ ફોટો શેર કરીને ટ્રોલર્સ અને અફવાઓને વિરામ આપ્યો હતો.
અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સલમાન ખાન ટૂંક સમયમાં આગામી દેશભકિત આધારિત ફિલ્મ 'માતૃભૂમિ'માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે પ્રથમ વખત ચિત્રાંગદા સિંહ જોડી જમાવશે. આ ઉપરાંત, નાના પડદાના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની ૨૦મી સિઝનમાં પણ સલમાન ખાન ધમાકેદાર હોસ્ટ તરીકે પુનરાગમન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News