BREAKING NEWS

અભિનેત્રી એશા દેઓલની રોમાંચક સફર શરૂ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવશે

  • May 13, 2026 09:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી એશા દેઓલની રોમાંચક સફર શરૂ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવશે
ભિનેત્રી એશા દેઓલ 'ધ હાઉસ ઓફ અભિનંદન અ૫ લોઢા' સાથે ઇન્ટિરિયર ડિઝાઈનમાં જોડાઈ છે. આ તેના માટે એક નવી અને રોમાંચક સફર છે, જેમાં તે સુંદર ઘર ડિઝાઈન અને આધુનિક જીવનશૈલીમાં સામેલ થશે. અભિનેત્રી સોમવારે આ પ્રોજેક્ટ સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, તેણીએ ડિઝાઈન અને લેન્ડસ્કેપ ડિઝાઈનની દુનિયામાં તેના પિતાની ઊંડી રુચિને યાદ કરી.
તેણીએ કહ્યું, “આ ઉત્સાહ અને લાગણી બરાબર એ જ છે જે મને ૨૦૦૦ માં મારી પહેલી ફિલ્મ માટે 'મુરાદ શોટ' આપતી વખતે લાગી હતી, અને આજે, ૨૦૨૬ માં, જ્યારે હું એક સંપૂર્ણપણે નવી ભૂમિકા અને નવી સફર શરૂ કરી રહી છું, ત્યારે લાગણીઓ લગભગ સમાન છે. પરંતુ સૌવી સુંદર વાત એ છે કે હું અહીં ઘણા પરિચિત ચહેરાઓ જોઈ શકું છું, જે તે સમયે મારી સાથે હતા અને આજે પણ મારી સાથે છે. આ ખરેખર મારા માટે ઘણું મહત્વ ધરાવે છે.
એશા કહે છે, “મારા પિતા ધર્મેન્દ્રજી વિના આ સફર અધૂરી હોત. અમને બંનેને ડિઝાઈનમાં ઊંડો રસ હતો, અને અમારી વચ્ચેનો તે ખાસ બંધન આજે પણ મારી
સાથે છે. મારા પિતા અને હું ઘણીવાર વિવિધ લેન્ડસ્કેપ્સ, ઘરી અને સામાન્ય જગ્યાઓ ડિઝાઈન કરવાની ચર્ચા કરતા હતા, અને તેઓ હંમેશા કહેતા, 'તે કરતા રહો, તે કરતા રહો.” આ શબ્દો આજે પણ મારી સાથે છે અને મને માર્ગદર્શન આપે છે. મારી સર્જનાત્મકતામાં તેમના વિશ્વાસે મને આ કાર્યને આટલા સમર્પણ સાથે આગળ વધારવાની હિંમત આપી છે. અભિનેત્રીએ વધુમાં ખુલાસો કર્યો કે તેમની કંપનીનો “લેન્ટર્ન લોગો' અભિનેતા ધર્મેન્દ્ર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો. તેણીએ તેને તેના પિતાના આશીર્વાદ માનતા કહ્યું, “તે તેમણે મને આપેલી ભેટ હતી. તેમને લોગો ડિઝાઈન કરવાનું ખૂબ ગમતું હતું, તેથી તમે સમજી શકો છો કે આ મારા માટે ફક્ત એક પ્રતીક નથી, તે તેમનો પ્રકાશ છે, જેને હું આગળ ધપાવી રહી છું.
એશાએ તેના સાથી અભિનંદન લોઢાનો તેની સાથે જોડાવા બદલ આભાર માન્યો. અભિનેત્રીએ લખ્યું, “હું આજે અહીં છું કારણ કે અભિનંદન લોકા અહીં છે. તેઓ ખરેખર એક અદ્ભુત વ્યક્તિ છે અને ખૂબ જ નમ્ર આત્મા ધરાવે છે. તેમણે મારામાં વિશ્વાસ કર્યો અને મને આટલી અદ્ભુત તક આપી તે એક મોટો આશીર્વાદ છે, અને હું તેમનો અને તેમની ટીમનો ખરેખર આભારી છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application