બોટાદ જિલ્લામાં ચાલુ મહિનો નવેમ્બર તથા આગામી ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન કાયદો અને વ્યવસ્થા તથા સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવાં કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરિક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તે માટે બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાની અમલવારી તા. ૦૯-૧૧-૨૦૨૫થી ૦૮-૧૨-૨૦૨૫ સુધી (બંને દિવસ સુદ્ધા) કરવાની રહેશે
ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે
જે મુજબ જાહેરનામામાં જણાવ્યાં પ્રમાણે કોઇ વ્યક્તિ કે વ્યક્તિનાં સમૂહ દ્વારા શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ, લાકડી, લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઇ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવા પર, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવાની, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની અને કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇ જવાની, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની, લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામું બોટાદ જિલ્લાનાં સમગ્ર વિસ્તારને લાગુ પડશે
આ જાહેરનામું સરકારી નોકરી કે કામ કરતી કોઇ વ્યક્તિને જો ત્યાંનાં ઉપરી અધિકારીએ આવું કોઇપણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય અથવા આવું કોઇપણ હથિયાર લઇ જવાની તેની ફરજ હોય, પોલીસ અધિક્ષક અથવા તેણે અધિકૃત કરેલ પોલીસ અધિકારી કે જેને શારીરિક અશક્તિને કારણે લાકડી અથવા લાઠી લઇ જવાની પરવાનગી આપી હોય તે વ્યક્તિને, જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઇ વ્યક્તિને અથવા કાયદેસરના હથિયાર પરવાના વ્યક્તિનઓને ઉક્ત હુકમનો ખંડ (ક)-(ખ)-(ગ)-(ઘ) લાગું પડશે નહી.
કાયદેસરના હથિયાર પરવાના વ્યક્તિનઓને આ જાહેરનામું લાગુ નહીં પડે
આ જાહેરનામાનો કોઇ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ દંડની પણ સજા થશે. જાહેરનામાનો અમલ અને તેનાં ભંગ બદલના પગલાં લેવા માટે ફરજ પરનાં કોઇપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.