શહેરના કાળાનાળા વિસ્તારના એક કોમ્પ્લેક્ષના પાર્કિંગમાંથી વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની ૪૮ બોટલ કિં.રૂ.૧,૭૧,૪૦૦ના મુદ્દામાલ સાથે અધેવાડાના શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
ભાવનગરએલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, અગાઉ વિદેશી દારૂના કેસોમાં પકડાય ગયેલ અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર રહે.અધેવાડા પાસે, ભાવનગર શહેરના માધવદર્શન કોમ્પ્લેકસ સામે આવેલ અષ્ટવિનાયક કોમ્પ્લેકસના બેઝમેન્ટ પાર્કીંગમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો પાર્સલમાં લાવીને હેર-ફેર કરવાની તૈયારીમાં છે. જે બાતમી આધારે રેઇડ કરી અમિત ઉર્ફે વેન્ચર મહેશભાઇ પરમાર (ઉ.વ.૪૦ રહે.પ્લોટ નંબર-૨૨૬, ચંદ્દ પાર્ક સોસાયટી, અધેવાડા તા.જી.ભાવનગર)ને ઝડપી લઈ તેની પાસેથી જેમીસન ત્રિપલ ડિસ્ટીલ્ડ આઇરીશ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૮ કિ.રૂ.૪૭,૨૦૦, બેલેન્ટાઇન્સ ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૧૦ કિ.રૂ.૩૦,૯૦૦, જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૨૦ કિ.રૂ.૬૧,૮૦૦ તેમજ ડેવર્સ ટ્રુ સ્કોચ વ્હાઇટ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી ૭૫૦ ખક બોટલ નંગ-૧૦ કિ.રૂ.૩૧,૫૦૦ મળી કુલ રૂ.૧,૭૧,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે નીલમબાગ પોલીસ મથકમાં પ્રોહીબીશન હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ અને માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech