જસદણ ભાદર નદીની પ્રોટેકશન વોલના તકલાદી કામ સામે તંત્રની બેદરકારી
જસદણ ભાદર નદીની પ્રોટેકશન વોલના તકલાદી કામ સામે તંત્રની બેદરકારી
October 05, 2026 02:20 PM
જસદણ ભાદર નદીની પ્રોટેકશન દિવાલનું કામમાં મોટો ભ્રષ્ટ્રાચાર થયા હોવા છતાં કોન્ટ્રાકટર જણાવી રહ્યા છીએ કે અમે દૂધમાં ધોયેલા ચોખા છીએ આ ભ્રષ્ટ્રાચાર ને છુપાવવા માટે અનેક નિવેદનનિયા નેતાઓ ઊભા કર્યા હતા તેનું પણ ન ચાલ્યો તેથી પત્રકારો પર ખોટા આક્ષેપો કર્યા હતા તેપણ કીમીઓ નિષ્ફળ ગયો હતો તેમજ તપાસ આવી તે પણ મેજર ટેપ લીધા વગરના અધિકારી તપાસ કરવા આવેલા હતા આ કોન્ટ્રાકટર એને જસદણ થી આગળ એક સારી એવી હોટલમાં જમાડીને રવાના કરી દીધા હતા આ ભ્રષ્ટ્રાચારીઓ ખુલ્લ ેઆમ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે છતાં તેનો વાળ પણ વાંકો કરી શકતા નથી. પ્રોટેકશન દિવાલનું કામમાં ટોચના રાજકીય નેતાઓના સગા સંબંધીઓ કામ કરી રહ્યા હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે જેથી તેને કોઈ પણ જાતની બીક નથી એકાદો સારો વરસાદ જો આવ્યો ને તો આ પ્રોટેકશન દિવાલ પણ લેતું જાશે પાણીમાં એટલો બધો ભ્રષ્ટ્રાચાર થઈ રહ્યો છે કોઈ રાજકીય નેતાઓ તપાસ નિાપૂર્વક ઈમાનદારીથી કરાવી શકતા નથી તેનું કારણ શું