પોરબંદરની માધવાણી કોલેજમાં એડમીશન માટે હેલ્પ સેન્ટરનો શુભારંભ થયો છે.
ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી અફીલીએટ અને નવયુગ એજ્યુકેશન દ્વારા સંચાલિત શ્રી કે.એચ.માધવાણી આર્ટસ, કોમર્સ અને બી.બી.એ. કોલેજ પોરબંદર વર્ષોથી આ પંથકના શૈક્ષણિક વિકાસ માટે કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આ વિસ્તારના શૈક્ષણિક વિકાસ અને પ્રગતિ માટે આ કોલેજના આચાર્ય અને સ્ટાફ સતત પ્રયત્નશીલ છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીની ગાઇડલાઇન મુજબ આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે જે વિદ્યાર્થીઓએ કોલેજમાં એડમીશન લેવાનું હોય તે વિદ્યાર્થીઓને જી. સી..એ.એસ. પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવામાં વિદ્યાર્થીઓને કોઇ અગવડતા ન પડે, વિદ્યાર્થીઓને ખોટો ખર્ચ ન થાય અને સરળતાથી વિદ્યાર્થી જી. સી.એ.એસ. પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકે આ બધી બાબતોને ધ્યાને રાખી અને કે.એચ. માધવાણી કોલેજ દ્વારા ફ્રી ફ્રોમ ફીલીંગ સેન્ટર / હેલ્પ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ તકે ઉપસ્થિત કોલેજના આચાર્ય ડો. જે. એસ. રામદત્તી, વાઇસ પ્રિન્સીપાલ ડો. એ.બી. સવજાણી, સંસ્કત વિભાગના હેડ હર્ષાબેન મદલાણી, ડો. રાજુ અમર અને દિલીપભાઇ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યએ વધુમાં જણાવ્યુ હતુ કે આ કોલેજમાં બી.એ.(અર્થશાસ્ત્ર, સંસ્કૃત, ગુજરાતી) બી.કોમ., બી.બી.એ. અને એમ.કોમ. ફેકલ્ટીમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન રજી્રસ્ટ્રેશન કરાવી પોતાના સપનાઅને નવી દિશા આપી શકે તેવી આશા વ્યકત કરી હતી.
આવનાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬માં જે વિદ્યાર્થીઓ કોલેજમાં એડમીશન લેવા ઇચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓ જી.સી.એ.એસ. પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે કોલેજના સમય સવારે ૮ વાગ્યાથી એક વાગ્યા સુધીમાં આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech