BREAKING NEWS

ચોરવાડ–માણાવદરમાં ભેળસેળયુકત બાયોડીઝલના નેટવર્કનો પર્દાફાશ

  • July 20, 2026 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુનાગઢમાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગડુ માળિયા રોડ, ગડુ ચોરવાડ હાઇવે અને માણાવદર ત્રણ સ્થળોએ દરોડો પાડી ભેળસેળયુકત ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપી લીધું હતું. એસએમસીની ટીમે ત્રણ સ્થળોએથી આઠ શખ્સોને કેમિકલ, ટ્રક આઇસર બસ તથા ઈલેકટ્રીક મોટરો અને ડિસ્પેન્સરી મશીન સહિત ૨.૧૩ કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા યારે મુખ્ય સંચાલકો સહિત પાંચ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી પુરવઠા પોલીસ તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.
જૂનાગઢ જિલ્લ ામાં ભેળસેળયુકત તથા ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની અનેક વખત ફરિયાદો થતી રહે છે.નિંદ્રાધીન તત્રં દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરંતુ ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે માળિયા હાટીના અને માણાવદર તાલુકામાં ત્રણ સ્થળોએ દરોડો પાડી ગેરકાયદેસર બાયોડીઝલના વેચાણનું મોટું નેટવર્ક ઝડપી લીધું હતું. આ અંગે પ્રા વિગત મુજબ જિલ્લ ાના માળીયાહાટીના પાસે ગડુગામ થી માળિયા તરફ જવાના રસ્તે ભવાની કોમ્પલેક્ષમાં શિવ કૃપા ટ્રેડર્સ શેડ નંબર ત્રણ અને ચારમાં પાડેલા દરોડામાં ૧૮,૩૦૦ લીટર બાયોડીઝલ, ૪ વાહનો, ૩ ઈલેકટ્રીક મોટર, બે ડિસ્પેન્સરી મશીન, પાંચ પાણી સંગ્રહ ટાકા તથા ૧૪,૫૦૦ ની રોકડ, મોબાઈલ તથા પાઇપ સહિત ૫૧.૭૮ લાખના મુદ્દામાલ સાથે સાહિલ ખાન રહીમખા લિંગારી, અર્જુન કુમાર મેભાઈ ગરચર તથા ડ્રાઇવર નરેશકુમાર ડાભી અને રાજુ રાડાને ઝડપી લીધો હતો. યારે જવલનશીલ પ્રવાહીનો ગેરકાયદેસર વેપાર કરનાર મુખ્ય આરોપી પપ્પુભાઈ ઉર્ફે પરબત નાથા સોલંકી અને ગેરકાયદેસર જથ્થો પૂરો પાડનાર અજાણ્યા ઈસમ સહિત બે શખ્સો હાજર મળ્યા ન હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલે ગડુ ચોરવાડ હાઇવે પર આવેલ રાધે એન્ટરપ્રાઇઝમાં દરોડો પાડતા ત્યાંથી ૧૦.૭૦૦ લીટલ બાયોડીઝલ પ્રવાહી, ૨ ઈલેકટ્રીક મોટર, બે ડિસ્પેન્સરી મશીન, બે વાહનો તથા બે પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકા અને .૩૯,૨૫૦ ની રોકડ સહિત ૨૭.૩૮ લાખના મુદ્દામાલ સાથે ફાક ગુલમોહમ્મદ દલ તથા ડ્રાઇવર લાખા કોડીયાતરને .૧.૩૪ લાખના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા યારે ગૌતમ કારેથા, ભરતભાઈ કોરિયા અને સંચાલક અનવર હોઠીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે માણાવદરમાં મીતઙી રોડ પર નીલકઠં ટ્રાન્સપોર્ટમાં દરોડો પાડી તપાસ કરતા તેમાંથી ૨૬૦૦ લીટર ડીઝલનો જથ્થો, બે ઇલેકટ્રીક મોટર, એક ડિસ્પેન્સરી મશીન, બે પાણી સંગ્રહ કરવાના ટાંકા, ૪,૫૦૦ની રોકડ તથા બે મોબાઈલ સાથે સોમીલ ગોપાલભાઈ ભીમાણીને અને બળતણ ભરાવવા આવેલ જીતેશ પ્રભુદાસ ચૌહાણને ઝડપી લીધા હતા.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમૈ ત્રણ દરોડામાં ફુલ ૨.૧૩ કરોડોનો મુદ્દામાલ કબજે કર્યેા છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીથી ભેળસેળિયા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. હાલ તો પોલીસે હાથ ન આવેલા આરોપીઓને ઝડપી લેવા વિવિધ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application