રંગીલુ રાજકોટ હવે મિલાવટ કોટ બની ગયું છે, ખાદ્યપદાર્થોમાં થતી બેફામ ભેળસેળનો વધુ એક વખત પર્દાફાશ થયો છે. તાજેતરમાં શુધ્ધ ઘી, માવો, શ્રીખંડ, મોદક, પનીર સહિતના કુલ સાત સેમ્પલ પરીક્ષણમાં ફેઇલ ગયા હતા અને તેમાં વિવિધ પદાર્થોની ભેળસેળ હોવાનું સામે આવતા કુલ સાત ધંધાર્થીઓને રૂ.ત્રણ લાખનો દંડ કરવા હુકમ કર્યો છે.
વિશેષમાં આજરોજ રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા લેવામાં આવેલ ખાધ્યપદાર્થના સાત નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેઇલ (સબસ્ટાન્ડર્ડ) હોવાનું જાહેર થતાં એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેટર સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.ત્રણ લાખનો દંડ વસૂલવા તેમણે હુકમ કર્યો હતો.
શ્રી સિયારામ વિજય પટેલ આઇસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ, બોલબાલા માર્ગ, ગાયત્રી નગર-૪/૧૦, વાણિયાવાડી પાસે, રાજકોટ મુકામેથી ગાયનું શુધ્ધ ઘી (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે રીએનાલિસિસ રિપોર્ટમાં -આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, બીઆર રીડિંગ, રિચર્ટ વેલ્યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ અન આઇડેન્ટિફાઇડ યેલો ઓઈલ સોલ્યુબલ સિન્થેટિક કલર તથા ફોરેન ફેટની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક આંબાલાલ ગિરધરભાઈ સાકરીયાને રૂ.૧.૮૦ લાખના દંડનો હુકમ કર્યો છે.
શ્રધ્ધા ગુલાબ જાંબુ, સાંઇકૃપા, શિવ હોટલ પાસે, બરફના કારખાના પાસે, મહાદેવવાડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી મોળો માવો (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, બીઆર રીડિંગ, રિચર્ટ વેલ્યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ વેજીટેબલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક રૂપેશભાઈ દિનેશભાઇ પરમારને રૂ.૫૦ હજારના દંડનો હુકમ કર્યો છે.
શ્રી ખોડિયાર ડેરી ફાર્મ, ગામ-મવડી, પટેલ શેરી, રીયલ પ્રાઇમ બિલ્ડીંગ પાછળ રાજકોટ મુકામેથી કેસર શિખંડ (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલરની હાજરી તથા કેસરની ગેરહાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક સોનું લખતસિંગ યાદવ અને પેઢીના માલિક વિજયભાઈ મગનભાઇ ઘાડિયાને કુલ મળીને કુલ રૂ. ૨૦ હજારનો દંડનો હુકમ કર્યો છે.
નીલેશ ડેરી ફાર્મ, નવા થોરાળા શેરી નં.૪/૬ કોર્નર, રામનગર સોસાયટી, રાજકોટ મુકામેથી ચોકલેટ મોદક (મીઠાઇ-લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટીક ફૂડ કલર (ટાટ્રાઝીન) ની માત્રા નિયત ધારાધોરણ કરતાં વધુ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક પ્રદીપભાઇ મનસુખભાઇ સોજીત્રા અને પેઢીના માલિક મનસુખભાઇ મોહનલાલ સોજીત્રાને કુલ મળીને રૂ.૨૦ હજારનો દંડનો હુકમ કર્યો છે.
વિશાલ ચાઇનીઝ પંજાબી, મિલન કોમ્પ્લેક્ષ, શોપ નં. ડી-૫, ૧-ભારતીનગર કોર્નર, ૮૦ ફૂટ રોડ, લાખના બંગલા રોડ, રાજકોટ મુકામેથી પનીર (લુઝ)નો નમુનો લેવામાં આવેલ જેના પુથ્થકરણ રિપોર્ટમાં નિયત તત્વો ધારા ધોરણ કરતાં ઓછા હોવાથી તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર- પેઢીના માલિક ગોપાલ દલબહાદુર થાપાને રૂ.૧૦ હજારના દંડનો હુકમ કર્યો છે.
સન સીટી હેવન વીંગ-સી ૧૦૧, ઓમકારેશ્વર મંદિર પાસે, રૈયાધાર, રાજકોટ મુકામેથી શુદ્ધ ઘી (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જેના પુથ્થકરણ રિપોર્ટમાં -આયોડિન વેલ્યૂ, સેપોનીફિકેશન વેલ્યૂ, બીઆર રીડિંગ, રિચર્ટ વેલ્યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર- ધંધાના માલિક કેવલભાઈ જયેશભાઇ ખખ્ખરને રૂ.૧૦ હજારનો દંડનો હુકમ કર્યો છે.
હરે રામ હરેકૃષ્ણ ડેરી ફાર્મ, મનહર સોસાયટી-૧ કોર્નર, પેડક રોડ, રાજકોટ મુકામેથી શુધ્ધ ઘી (લુઝ)નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્થકરણ રિપોર્ટમાં સેપોનીફિકેશન વેલ્યૂ, બીઆર રીડિંગ, રિચર્ટ વેલ્યૂ નિયત ધારાધોરણ મુજબની ન હોય તેમજ ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના માલિક મનસુખભાઇ ભવાનભાઈ ગોંડલિયાને રૂ.૧૦ હજારનો દંડનો હુકમ કર્યો છે.