રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સ્વિમિંગ પુલના તરવૈયાઓએ માટે કોચ બંકિમભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પોરબંદરના દરિયામાં એડવેન્ચર એકિટવિટીની મોજ માણી હતી.રાજકોટ ડિસ્ટિ્રકટ સ્વીમીંગ એસો. દર વર્ષે તહેવારો ઉપર તહેવારોનો પ્રકૃતિની સાથે સમન્વય કરવા માટે અત્યારની યુવા પેઢી ને આ એક વિચાર થી અવગત થાય અને હાલની યુવા પેઢી તહેવારોને પ્રકૃતિની સાથે આનંદથી માણી શકે તથા સાથે સાથે શારીરિક કસરતો પણ મળે અને માનસિક શાંતિ પણ મળે તેવા હેતુથી વર્ષ ૨૦૨૪ની હોળી તથા ધુળેટીના તહેવારમાં પોરબંદરથી ૩૦ કિલોમીટર નવી બંદર નામના પ્રકૃતિના વૈવિધ્યથી ભરપૂર ખૂબ ખૂબ શાંત ગ્રામ્ય લાગણીથી ભરપૂર તેમજ સુંદર રેતાળ દરિયાકિનારો સાથે સાથે ભાદર નદીનું સમુદ્રમાં મિલન સ્થળ પણ ઉપરોકત જગ્યા જ છે ભાદર નદીના કાંઠે ભાદરાય માતાજીનું મંદિર આવેલું છે ઉપરોકત સ્થળે તા.૨૪ને રવિવારે હોળી મહોત્સવ તથા ૨૫ને સોમવારે ધુળેટી મહોત્સવના દિવસે રાજકોટ શહેરના તરવરાટ થી ભરપૂર સ્વિમિંગ ખેલાડી ભાઈઓ બહેનોનો સમુદ્ર તરણ તથા કયાકિંગ, સર્ફબોર્ડ દ્રારા વોટર સફિગ જેવી દરિયાની સાહસિક રમતો દ્રારા રાજકોટના સ્વિમિંગ ખેલાડીઓને સાહસિક રમતો તરફ આકર્ષવામાં આવ્યા હતા.
વધુમાં રાજકોટ ડિસ્ટ્રીકટ સ્વિમિંગ એસોસીએશનની એક અખબારી યાદીમાં કોચ બંકિંમભાઇ જોષીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરના ૮ વર્ષથી ૧૮ વર્ષના આઠ ખેલાડીઓએ પોરબંદરના દરિયામાં એડવેન્ચર એકિટવિટી કરી તેમાં જેસલ પટેલ ૮ વર્ષ, ક્રીશા અકબરી ૧૦ વર્ષ, વ્યોમ ચન્યારા ૧૨ વર્ષ, પાર્થિવ પટેલ ૧૪ વર્ષ, કશ્યપ ચોવટીયા ૧૪ વર્ષ, સિધ્ધરાજ સિંહ સોલંકી ૧૭ વર્ષ,આર્યન જોશી ૧૮ વર્ષ સહિતનો સમાવેશ થાય છે.
ઉપરોકત બાળકોને ઓપન વોટર સી સ્વિમિંગ ભાદર નદીમાં દરિયાના મિલન સ્થળે નદીનું સ્વિમિંગ તેમજ વોટર સફિગ, કયાકિંગ અને ઓપન વોટર ફ્રી ડાઇવ (પાણીમાં ડૂબકી મારવી, કોઈપણ જાતના સાધનો વગર) આ બધી એડવેન્ચર એકિટવિટી તેમના એકસપર્ટ કાનજીભાઈ જુંગી પોરબંદર, મયુરભાઈ પાંજરી કસ્ટમ ઓફિસર પોરબંદર, અશોકસિંહ જાડેજા ગણોદ ઉપલેટા, બંકિમ જોશી સ્વિમિંગ કોચ રાજકોટ, જય ભાઈ ભટ્ટ સ્વિમિંગ કોચ રાજકોટ ડિસ્ટિ્રકટ સ્વીમીંગ એસોસિએશન તેમજ ક્રીડાભારતી તરફથી રાજકોટ મહાનગરના પ્રમુખ નિલેષભાઈ રાયગુ વગેરે એકસપર્ટ દ્રારા સેવામાં આપવા આવી હતી. હોલી તથા ધુળેટીના તહેવારની રજાનો એડવેન્ચર એકિટવિટી અને પ્રકૃતિની સાથે તહેવારોનો આનદં બાળકોએ ખૂબ સુંદર રીતે ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં નવી બંદર ખારવા સમાજના પ્રમુખ તેમજ નવી બંદર સરપચં સુમિતભાઈ તથા ભાદરઆઈ માતાજી મંદિરના મેનેજર અશોકભાઈ વગેરેનો ખુબ સુંદર સહયોગ મળેલ હતો. ભવિષ્યમાં આ પ્રકારની સમુદ્રતરણ અને એડવેન્ચર એકિટવિટીઝ માટે આ લોકોએ ગુજરાત તથા ઇન્ડિયાના તમામ ખેલાડીઓને ખૂબ જ દિલથી આમંત્રણ આપેલ છે, જેથી કરીને ભવિષ્યમાં ગુજરાતના અને ઇન્ડિયાના ખેલાડીઓ આ પ્રકારની આંતરરાષ્ટ્ર્રીય સ્પર્ધાઓમાં ખૂબ સારો દેખાવ કરી શકે અને ઉપરોકત બધી સ્પર્ધાઓ ઓલમ્પિકમાં પણ યોજાય છે જેથી ઇન્ડિયા ના ખેલાડીઓને અને ખાસ કરીને સૌરાષ્ટ્ર્ર અને ગુજરાતના ખેલાડીઓને એડવેન્ચર એકિટવિટીઝ માટે એક ખૂબ જ સુંદર રેતાળ દરિયા કિનારો મળેલ છે તેનો ખૂબ ઉપયોગ કરવા માટે બધાને પ્રોત્સાહિત કર્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech