યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક બે નેશનલ ગાર્ડ સૈનિકો પર ગોળીબારને આતંકવાદી ઘટના ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે આ જઘન્ય હુમલો દુષ્ટતા, નફરત અને આતંકનું કૃત્ય હતું. તેમણે એમ પણ કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી માને છે કે નેશનલ ગાર્ડ સભ્યો પર ગોળીબાર કરનાર શંકાસ્પદ અફઘાનિસ્તાનથી યુએસ આવ્યો હતો. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીકા કરતા દાવો કર્યો હતો કે શંકાસ્પદ વ્યક્તિને સપ્ટેમ્બર 2021 માં બાઈડેનની વહીવટીતંત્ર દ્વારા અમેરિકા લાવવામાં આવ્યો હતો.
ટ્રમ્પે આ ઘટનાને "પોઇન્ટ-બ્લેન્ક રેન્જ" પર કરવામાં આવેલ "ભયાનક, ઓચિંતો હુમલો" ગણાવ્યો.તેમણે વધુમાં કહ્યું, "આપણે હવે, બાઈડેનની વહીવટીતંત્ર દરમિયાન અફઘાનિસ્તાનથી આપણા દેશમાં પ્રવેશેલા દરેક વિદેશીની ફરીથી તપાસ કરવી જોઈએ. આપણે કોઈપણ એવા વિદેશીને દૂર કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ જે અહીંનો નથી અથવા આપણા દેશને ફાયદો નથી કરતો. યુએસ ગૃહ સચિવ ક્રિસ્ટી નોએમે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વને અનુસરીને હિંસક ઘટનાના સંદર્ભમાં શંકાસ્પદ વ્યક્તિના અફઘાનિસ્તાનમાં ઉદ્ભવ અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનની ઇમિગ્રેશન નીતિઓનો ઉલ્લેખ કર્યો.
તેમને વધુમાં લખ્યું, આપણા બહાદુર નેશનલ ગાર્ડ્સમેનને ગોળી મારનાર શંકાસ્પદ વ્યક્તિ એક અફઘાન નાગરિક છે જે બાઈડેનના સમયગાળા દરમિયાન 8 સપ્ટેમ્બર, 2021 ના રોજ ઓપરેશન એલાઇઝ વેલકમ હેઠળ સામૂહિક પેરોલ પર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ કરનારા ઘણા વ્યક્તિઓમાંનો એક હતો. હું આ દુષ્ટ વ્યક્તિનું નામ નહીં લઉં.