તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ 'ગોટ' દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. વિશાળ બજેટની ફિલ્મ 'ગોટ'માં વિજય ડબલ રોલમાં જોવા મળે છે.
આ તમિલ ફિલ્મને નિર્દેશક વેંકટ પ્રભુએ ડિરેક્ટ કરી છે. થલાપતિ વિજયની ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં સારી કમાણી કરી રહી છે. 'ગોટ'એ ભારતમાં માત્ર ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. ચોથા દિવસે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. ચાલો તમને જણાવીએ કે રવિવારે ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરી રહી છે.
થલાપતિ વિજયની આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવી હતી. દક્ષિણમાં ઘણી જગ્યાએ ફિલ્મના શો વહેલી સવારે ચાર વાગ્યાથી શરૂ થાય છે. રવિવાર ફિલ્મનો ચોથો દિવસ છે જેણે થિયેટરોમાં પહેલા ત્રણ દિવસમાં સારી કમાણી કરી છે. સૈકનિલ્કના અહેવાલ અનુસાર ગોટએ તેની રિલીઝના ચોથા દિવસે સાંજે 6 વાગ્યા સુધી 21.28 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધુ છે.
'ગોટ' રૂ. 150 કરોડ તરફ આગળ વધી રહી છે
થલાપતિ વિજયની ફિલ્મે 5મી સપ્ટેમ્બરે તેના શરૂઆતના દિવસે ભારતમાં રૂ. 44 કરોડનું મજબૂત કલેક્શન કર્યું હતું. ફિલ્મે બીજા દિવસે 25.5 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 33.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે જ 'ગોટ'એ ઇડિયન બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.હવે રવિવારની 21.28 કરોડની કમાણી સાથે ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 124.28 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. 'ગોટ'ની નજર હવે 150 કરોડના આંકડા પર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech