ગોંડલ રોડ પર પુનિતનગરમાં શનિવારે વહેલી સવારે પેંડા ગેંગ સાગરીત ગણાતા શખસ પરેશ ઉર્ફે પરીયા પર જંગલેશ્વર ગેંગ દ્રારા ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરવામાં આવી હતી. આ ગુનામાં શહેર એસઓજીએ જંગલેશ્વર ગેંગના ત્રણને ઝડપી લઈ કાર, પિસ્તોલ અને કાર્ટીસ તેમજ રોકડ રકમ કબજે કરી હતી. ઉત્તરાયણ પર્વ પર યુવતી બાબતે શ થયેલી માથાકૂટ બાદ સામ સામે સોશિયલ મિડીયા પર વોર જામી હતી. એ પછી જંગલેશ્વર ગેંગ દ્રારા નવ દિવસ સુધી રેકી કરવામાં આવી હતી અને પેંડા ગેંગના સાગ્રીતને ડરાવવા તેના પર ભડાકો કરાયો હતો. નામચીન સમીર ઉર્ફ મુર્ગેા આ પિસ્તોલ યુપીથી લાવ્યો હતો. આ ગુનામાં ચોથો યુપીનો શખસ પણ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.
ગોંડલ રોડ પર પુનિતનગરમાં પેંડા ગેંગના પરેશ રાજુભાઇ બળદા (ઉ.વ.૨૩) પર કારમાં આવેલા જંગલેશ્વરના શખસોએ મારી નાખવાના ઇરાદે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યેા હતો. આ ગુનામાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરીમાં એએસઆઇ ફિરોઝભાઈ શેખ, હેડકોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા કોન્સ કિશોરભાઈ ઘુઘલની બાતમીના આધારે સમીર ઉર્ફે મુર્ગેા યાસીનભાઇ પઠાણ (ઉ.વ.૨૬ ધંધો. ભંગારનો રહે. એકતા કોલોની શેરી નં ૦૭ જંગ્લેશ્વર), શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઇ વેતરણ (ઉ.વ.૧૯ ધંધો. અભ્યાસ રહેવાસી. જંગ્લેશ્વર શેરી ન.ં ૦૭ હત્પશેની ચોક રાજકોટ હાલ રહે. દેવપરા કોઠારીયા મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં નિલમ પાર્ક સોસાયટી) તથા સોહિલ ઉર્ફે ભાણો સિકંદરભાઈ ચાનીયા (ઉ.વ.૨૧,. મજુરી રહે. જંગ્લેશ્વર શેરી નં.૬ હત્પશેની ચોક)ને પકડી લઈ દેશી બનાવટની સિલ્વર તથા બ્લેક પીસ્ટલ એક .૨૫ હજારની, જીવતા કારતુસ નગં ૦૨ .૨૦૦ના તથા વર્ના કાર નંબર જી.જે.૧૩ સી.ઇ ૦૦૧૩ તેમજ રોકડા પીયા ૨૭,૦૦૦ મળી પિયા ૫,૫૨,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યેા હતો.
ઝડપાયેલા આરોપીઓ પૈકી સમીર ઉર્ફે મુર્ગેા ચોરી, મારામારી, દા, જુગાર, હત્યાની કોશિશ સહિત ૧૨ ગુનામાં સંડોવાઈ ચુકયો છે. યારે શાહનવાઝ ઉર્ફે નવાઝ રાયોટિંગના ગુનામાં અને સોહીલ ઉર્ફે ભાણો રાયોટિંગના બે ગુંના, જુગાર સહિત ૪ ગુનામાં સંડોવાઈ ચુકયો છે.
ઉત્તરાયણના દિવસે સોહિલ ઉર્ફ ભાણાની ગર્લફ્રેન્ડ કે જે ગોકુલધામ કવાર્ટરમાં રહે છે તેની પરેશ ઉર્ફ પરીયો તથા તેના સાથીદારોએ છેડતી કરી હતી અને વચ્ચે પડેલા સોહિલને ફ્રેકચર કરી નાખ્યું હતું. જેમાં પાછળથી એટ્રોસીટીની કલમ પણ ઉમેરાઇ હતી. આ ગુનામાં પરેશ સહિતના જેલમાં ગયા હતાં. થોડા દિવસ પછી છુટયા હતાં અને સોશિયલ મિડીયા પર બંને ગેંગ વચ્ચે વોર ચાલુ થઇ હતી. છેલ્લે અઠવાડીયાથી જંગલેશ્વર ગેંગ દ્રારા પેંડા ગેંગના પરેશ સહિતની રેકી શ થઇ હતી અને શનિવારે સવારે ફાયરીંગ કરાયું હતું. આ ઘટનાને અંજામ આપી સમીર ઉર્ફ મુર્ગેા, શાહનવાઝ ઉર્ફ નવાઝ, સોહિલ ઉર્ફ ભાણો યુપી ભાગી જવાની વેતરણમાં હતાં. પરંતુ એ પહેલા ઝડપાઇ ગયા હતાં.
સમીર ઉર્ફ મુર્ગેા મોટે ભાગે યુપી જ રહે છે અને ત્યાંના ભૈયા સાથે સંપર્ક ધરાવે છે. આ ગુનામાં યુપીનો એક શખ્સ પણ સામેલ હોઇ તે પણ હાથવેંતમાં છે. કાર સોહિલ અને શાહનવાઝના સગા મામા રમાના દિકરા એવા સમીર ઉર્ફ સંજલો જુણેજાની છે. ઝડપાયેલા આરોપીઓનો કબ્જો તાલુકા પોલીસે સંભાળ્યો છે. આગળની તપાસ પીઆઇ ડી. એમ. હરિપરા અને ટીમ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech