પોલીસના મારથી યુવકની હત્યા બાદ વધુ એક યુવકનું મૃત્યુ થતાં ભારે દેકારો

  • April 25, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડનું માલવિયાનગર પોલીસ મથકના એએસઆઈ અશ્ર્વિન કાનગડ દ્રારા ઢોર માર મરાતા મૃત્યુ થયાની હત્યા, એટ્રોસિટીના આરોપની ઘટનામાં એએસઆઈ કાનગડ પોલીસ કસ્ટડીમાં બે દિવસના રિમાન્ડ પર છે ત્યાં જ ગોપાલના મિત્ર રાજેશ કોલંકીનું મૃત્યુ નીપજતા ભારે દેકારો મચી ગયો હતો. એઅસેઆઈ કાનગડના મારથી મૃત્યુ થયાના આક્ષેપો સાથે હોસ્પિટલે દનલિત તથા ખાંટ સમાજના ટોળા ઉમટયા હતા. યુવકની લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવાયો હતો. સમજાવટના અંતે મામલો થાળે પડયો હતો અને લાશ સ્વીકારાઈ હતી. પોલીસ મથકમાં પણ ઢોર માર મરાયો હતો.


તા.૧૫ની વહેલી સવારે હમીર ઉર્ફે ગોપાલને હોસ્પિટલમાં દાખલ કરાતા તેનું ટૂંકી સારવાર બાદ તા.૧૫ના રોજ જ મૃત્યુ થયું હતું. જયારે રાજેશ ભગવાનજી સોલંકી સારવારમાં હતા. હમીરની હત્યાના આરોપમાં બે દિવસ પહેલા એએસઆઈ કાનગડની ધરપકડ કરાઈ હતી અને બે દિવસના રિમાન્ડ મેળવાયા છે. એ દરમિયાન ગઈકાલે રાજેશ સોલંકીનું પણ મોત નીપજતા ભારે હોબાળો મચી ગયો હતો. ગત તા.૧૪ના રોજ મોડી સાંજના રાજેશ ભગવાનજી સોલંકીને પાડોશી સાથે ઝઘડો થયો હતો જેથી રાજેશનો પુત્ર જય તેના પરિચિત મિત્ર હમીર ઉર્ફે ગોપાલને બોલાવા ગયો હતો. એ સમયે અગાઉથી પોલીસ મોબાઈલ આવી પહોંચી હતી. જયાં એઅસઆઈ અશ્ર્વિન કાનગડ તથા સ્ટાફ સાથે આવ્યાહતા. હમીરને તથા રાજેશને માર માર્યેા હતો અને પીસીઆરમાં માલવિયાનગર પોલીસમાં લઈ આવ્યા હતા.


મૃતકના સમર્થનમાં દલિત અગ્રણીઓ સહિતના ઉમટી પડયા હતા. મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવાયો હતો. પોલીસ દ્રારા તપાસમાં ઢીલી નીતિ કે આવા આક્ષેપો કરાયા હતા અંતે ઉચ્ચ અધિકારીઓ–પરિચિતોની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને મૃતદેહ સ્વીકારાયો તહો. મૃતક બેટાવડ ગામના વતની હોવાથી લાશને અંતિમ સંસ્કાર માટે ત્યાં લઈ જવાઈ હતી. રાજેશના પુત્ર જયેશે એવું જણાવ્યું હતું કે, તેના પિતા રાજેશભાઈને બે વર્ષથી પેટ તથા લીવરની બીમારી હતી બહાર પણ નીકળતા નહોતા

સીટની તપાસ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, વળતરની માગ સાથે લેખિત રજૂઆત
દલિત યુવક હમીર ઉર્ફે ગોપાલની હત્યાના આરોપમાં રિમાન્ડ પર રહેલા એએસઆઈ અશ્ર્વિન કાનગડ દ્રારા હમીરની સાથે રાજેશ સોલંકીને માર મરાયો હતો અને એથી રાજેશનું પણ મૃત્યુ થયાના ગઈકાલે પોલીસ પર આક્ષેપો હતા. દલિત સમાજ તથા મૃતક રાજેશના પરિવારજનો દ્રારા મુખ્યમંત્રીને સંબોધીને એવી લેખિત રજૂઆત કરાઈ છે કે સમગ્ર ઘટનાની આ,પીએસ સુધી પાંડેને તપાસ સોંપવામાં આવે, સીટની રચના કરવામાં આવે ગત તા.૧૪થી ૧૬ સુધીના માલવિયાનગર પોલીસ મથકના સીસીટીવી ફટેજ સાથે તપાસ થાય, છ માસની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ન્યાય અપાવવામાં આવે, બન્ને પીડિત પરિવારને ૫૦, ૫૦ લાખની સહાય કરવામાં આવે, તથા એએસઆઈ કાનગડને કાયમી માટે પોલીસ વિભામાંથી દૂર કરવામાં આવે. સીએમની સાથે ગૃહ વિભાગ, કલેકટર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને પણ લેખિત પત્ર નકલ અપાઈ છે. માગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ફરજ પડશેની ચીમકી ઉચ્ચારાઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application