BREAKING NEWS

પોરબંદરમાં ટ્રક બાદ હવે ૨૦ લાખનો દા‚ ભરેલો બોલેરો ઘૂસી ગયો!!!!

  • October 09, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




પોરબંદર જિલ્લામાં દા‚ ભરેલો ટ્રક મળી આવ્યા અને બીજા જ દિવસે દારૂ ભરેલો બોલેરો પોલીસને મળ્યો છે દા‚કનો ધંધાર્થી એવો હેરાફેરી કરનાર ઇસમ અંધારામાં નાસી ગયો હતો પોલીસે ૧૯ લાખ થી વધુ નો દારૂ અને બોલેરો સહિત ૨૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા વખતો વખત પૌરબંદર જીલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. પો.ઇન્સ. આર.કે.કાંબરીયા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો બગવદર પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કોલીખડા થી બખરલા જતા રોડ ઉપર બીલડી સીમ શાળા પાસે પહોંચતા એલ.સી.બી. ના એએસઆઇ બટુકભાઇ વિંઝુડા તથા હેડ કોન્સ્ટેબલ હીમાંશભાઇ મક્કા તથા કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા ને ખાનગીરાહે હકીકત મળેલ કે, કોલીખડા તરફ થી એક બોલેરો પીકઅપ વાહનમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને બખરલા તરફ આવે છે. જેથી બીલડી સીમશાળા પાસે વોચમાં હતા દરમ્યાન હકીકતવાળી બોલેરો પીકઅપ ગાડી આવતા ગાડીના ચાલકે પોલીસ સ્ટાફને જોઇને ગાડી દુર ઉભી રાખી અંધારામાં નાશી ગયેલ અને બોલેરો પીકઅપ ગાડીના ઠાઠામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ બોક્ષ નંગ. ૧૩૭ નાની-મોટી બોટલો નંગ-૨૨૫૬ કી.રૂ. ૧૯,૮૧,૨૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડી કી.રૂા. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂા. ૨૪,૮૧,૨૦૦/- નો મુદામાલ કબ્જે કરી નાશી જનાર ચાલક વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં પો.ઇન્સ. આર.કે કાંબરીયા તથા એએસઆઇ બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઈ જોષી, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, મુકેશભાઈ માવદીયા, ઉદયભાઈ વરૂ તથા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા. હીમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર તથા હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, અજયભાઈ ચૌહાણ તથા ડ્રા. હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ભારવાડીયા વિગેરે રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News