સૌરાષ્ટ્ર્રમાં છેલ્લા એક સાહથી નોંધપાત્ર વરસાદની ગેરહાજરી બાદ બુધવારે વરસાદી માહોલમાં ફરી હલચલ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર્ર–કચ્છના કુલ ૯૦ તાલુકામાંથી ૩૩ તાલુકામાં ઝાપટાથી માંડીને દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જોકે મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા પડા હતા, પરંતુ લાંબા વિરામ બાદ વરસાદની પુન: એન્ટ્રી થતાં ખેડૂતોમાં આશા જાગી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર ઓડિશા–પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા નજીક લો–પ્રેશર ક્ષેત્ર રચાયું છે. તેની સાથે સંકળાયેલું ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ ૭.૬ કિમી સુધી વિસ્તરેલું છે અને આગામી બે દિવસમાં તે વધુ મજબૂત બની ઉત્તર ઓડિશા અને ગંગા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધે તેવી શકયતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાત અને નજીકના દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર ઉપલા હવાનું ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે, યારે ૧૯ જુલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતમાં નવા પશ્ચિમી વિક્ષેપની અસર શ થવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.
આ સિનોપ્ટિક પરિસ્થિતિના કારણે ગુજરાતમાં આગામી ૧૬થી ૨૧ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર્ર–કચ્છ સહિત રાયના મોટાભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સમગ્ર સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શકયતા દર્શાવી છે.
ગઈકાલે નોંધાયેલા વરસાદમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં સૌથી વધુ ૪૦ મીમી વરસાદ નોંધાયો હતો. વઢવાણમાં ૨૭ મીમી, લખતરમાં ૧૨ મીમી, ચોટીલામાં ૮ મીમી અને લીંબડીમાં ૩ મીમી વરસાદ પડો હતો. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૧૧ મીમી તેમજ જૂનાગઢ શહેર–ગ્રામ્ય, વંથલી, મેંદરડા અને માળિયા હાટીનામાં હળવો વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના કુંકાવાવ–વાડિયામાં ૧૧ મીમી અને જાફરાબાદમાં ૫ મીમી વરસાદ પડો હતો.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૧૧ મીમી, ઉનામાં ૪ મીમી અને સુત્રાપાડામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં ૧૧ મીમી, મોરબી જિલ્લાના વાંકાનેર અને હળવદમાં ૯–૯ મીમી, માળિયા મિયાણામાં ૭ મીમી તેમજ મોરબીમાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. જામનગર જિલ્લાના લાલપુરમાં ૮ મીમી, ધ્રોલમાં ૪ મીમી અને કાલાવડમાં ૧ મીમી વરસાદ પડો હતો. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી, ધોરાજી અને રાજકોટ શહેરમાં ૩–૩ મીમી તેમજ જામકંડોરણામાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. કચ્છ જિલ્લાના ભચાઉમાં ૩ મીમી અને દેવભૂમિ દ્રારકાના ભાણવડમાં ૨ મીમી વરસાદ નોંધાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application