માધવપુરમાં બાર વર્ષે ડીમોલીશન કર્યા બાદ કાટમાળ ઉપાડવામાં પણ તંત્ર નિષ્ફળ!

  • May 06, 2025 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના માધવપુર ગામે વર્ષોથી થયેલ દબાણ તંત્રએ દુર કરાવ્યુ ન હતુ અને રોષપૂર્ણ રજૂઆતો બાદ બાર વર્ષ પછી તંત્રએ ડીમોલીશન કર્યુ હતુ પરંતુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડયા બાદ તેના કાટમાળો ઉપાડવા માટેનું ચોઘડીયુ પણ આવ્યુ નથી તેથી અરજદાર દ્વારા આ મુદ્ે પણ રજૂઆત કરવામાં આવી છે. 
પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે શહેરના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાં વર્ષોથી થયેલ ગેરકાયદે પેશકદમી અને આડેધડ થયેલા ગેરકાયદેસરના બાંધકામોને દૂર ખસેડવા માટે માધવપુરના સામાજિક કાર્યકર  શાંતિલાલ મેવાડાએ કરેલી અનેક વખતની રજુઆતના પગલે માધવપુરના આંબેડકર ચોકમાંથી આવા ગેરકાયદે દબાણો અને બાંધકામોને દૂર કરવા માટે તાજેતરમાં માધવપુર  ગ્રામ પંચાયત દ્વારા મેગા ડીમોલીશનની કામગીરી કરવામંા આવી હતી અને આંબેડકરચોકમાં આવેલી ૨૩ જેટલી બિન અધિકૃત દુકાનો અને મોટા જાપા વિસ્તારમાં આવેલી અન્ય પેશકદમીવાળી દુકાનો મળીને કુલ ૩૬ જેટલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ હતુ. જેના લીધે માધવપુરના આંબેડકર ચોકમાં કાટમાળના આડેધડ ઢગલા જોવા મળી રહ્યા છે. ડીમોલીશન કરવામાં આવ્યુ હતુ. જેને આજે ચાર દિવસ જેવો સમય વીતવા આવ્યો છે તેમ છતાં આ ડીમોલીશન કરવામાં આવ્યુ હતુ. તે દુકાનોના કાટમાળના ઢગલાઓ આજે પણ આંબેડકર ચોકમાં તેમજ જાહેર માર્ગો  પર જેમના તેમ પડયા છે. જેથી આવા કાટમાળના ઢગલાઓ શહેરીજનોને નડતર  ‚પ બની રહ્યા છે. જેથી લોકોમાંથી એવી માંગણી થઇ રહી છે કે માધવપુર ગ્રામ પંચાયતના સત્તાવાળાઓને ડીમોલેશનનો થાક ઉતરી ગયો હોય તો હવે માધવપુરના આંબેડકરચોકમાં તથા મોટા જાપા વિસ્તારમાં ડીમોલેશન કરવામાં આવેલી દુકાનોના કાટમાળના ઢગલાઓને દૂર કરવાના કામે લાગી જવુ જોઇએ અથવા ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોને આવા કાટમાળના ઢગલાઓ ઉપાડી જવાની છૂૂટ આપી દેવામાં  આવે તો  જે લોકોને ભરતી કરવાના કામમાં અથવા અન્ય કોઇ કામમાં આવે તે કાટમાળ ઉપાડી જવાની છૂટ આપી દેવામાં આવે તો આપોઆપ માધવપુરના  આંબેડકરચોકમાંથી કાટમાળ દુર થઇ શકે તેમ છે અને તે પછી વધ્યો ઘટયો કાટમાળ પંચાયતના ભાગે  આવશે તે ઉપાડવો પડશે કહેવાય છેકે અધકચરુ ડીમોલેશન કરવામાં આવ્યુ હોવાથી ડીમોલીશન કરવામાં આવેલી ઘણી બધી દુકાનોની દીવાલો હજુ એમને એમ જ ઉભેલી જોવા મળે છે. આવી દુતકાનોને વહેલીતકે જમીનદોસ્ત કરવામાં આવે અને આંબેડકરચોકમાંથી ડીમોલીશન  કરવામાં આવેલી તમામ દુકાનોનો કાટમાળ જેમનો તેમ પડયો છે. તે ઉપાડવાની કામગીરી ગ્રામ પંચાયતના જવાબદાર સત્તાવાળાઓ દ્વારા સત્વરે હાથ ધરવામાં આવે અથવા આવો કાટમાળ ગામ લોકોને ઉપાડી જવાની ગ્રામ પંચાયત દ્વારા ચુંટી  આપી દેવામાં આવે તેવુ ગ્રામજનો ઇચ્છી રહ્યા  છે. માધવપુરના આંબેડકરચોકમાંથી નડતર‚પ બનતો કાટમાળને યુધ્ધના ધોરણે દુર કરવામા આવે તેવી પ્રબળ લોકમાંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application