BREAKING NEWS

ઈરાન સામે યુદ્ધ જીત્યા પછી પેટ્રોલના ભાવ અડધા થઇ જશે: ટ્રમ્પનાં સપનાં

  • September 08, 2026 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકી રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલતી તંગદિલી અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કાચા તેલ (ક્રૂડ ઓઈલ)ના ભાવમાં મોટો ઘટાડો કરવાનું વચન આપ્યું છે. ટ્રમ્પના આ દાવા બાદ આગામી સમયમાં વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા લશ્કરી કામગીરી સાથે સીધા ઐંચા ઉર્જા ખર્ચને જોડા હતા, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુદ્ધ પછીના બજારો ઝડપથી સ્થિર થશે.જો કે ટ્રમ્પે તેમની ધમકીને વધુ પુનરાવર્તિત કરી કે યુએસ ઈરાન પાસે પરમાણુ શક્ર રાખવા દેશે નહીં.ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન સાથેના વિવાદમાં વિજય મેળવ્યા બાદ તેલની કિંમતોમાં ઝડપથી ઘટાડો થશે. તેમણે દાવો કર્યેા હતો કે હાલમાં હોલસેલ ગેસોલીનનો ભાવ ૩.૨૨ ડોલર પ્રતિ ગેલન છે, જેને ઘટાડીને ૩ ડોલર અને ત્યારબાદ ૨ ડોલર પ્રતિ ગેલનથી પણ નીચે લાવવામાં આવશે. જો ક્રૂડ ઓઈલની કિંમત ૨ ડોલર સુધી પહોંચે છે, તો તેનો સીધો અર્થ એ થાય કે તેલના ભાવમાં લગભગ ૫૦% સુધીનો તગડો ઘટાડો થઈ શકે છે.ટ્રમ્પ સતત એવો દાવો કરી રહ્યા છે કે દરિયાઈ વેપાર માટે અત્યતં મહત્વપૂર્ણ ગણાતી 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર હવે અમેરિકાનો કબજો છે. તેમણે આ વિસ્તારનું નામ બદલીને 'ટ્રમ્પ સ્ટ્રેટ' રાખવાનું સૂચન પણ કયુ હતું.
દરમિયાન, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ એ જણાવ્યું છે કે ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધો હેઠળ અત્યાર સુધીમાં ૯૪ કોમર્શિયલ જહાજોના રસ્તા બદલવામાં આવ્યા છે, ૩ જહાજોને નુકસાન પહોંચાડાયું છે અને ૨ જહાજો પર કબ્જો મેળવાયો છે. હવે જો ટ્રમ્પનો આ દાવો સાચો પડે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અડધા થઈ જાય, તો ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application