BREAKING NEWS

દેશમાં ૧૦૦ ફાયરકર્મીની જરૂરિયાત સામે માત્ર ત્રણ જ કાર્યરત: ૯૬.૨૮ ટકાની અછત

  • October 16, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગ લાગવાની ઘટના બનતાં જ જિંદગી બચાવવાનો સંગ્રામ સેકન્ડોમાં શ થઈ જતો હોય છે. આવા સમયે ફાયર બ્રિગેડની મોડી પહોંચ, પાણીની અછત કે બધં પડેલા ફાયર એલાર્મ સિસ્ટમ જેવી નાની ખામી પણ મોટા અકસ્માતને ગંભીર હોનારતમાં ફેરવી દે છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશભરમાં આગની દુર્ઘટનાઓમાં ૧,૨૮,૬૦૭ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં જરિયાતની સરખામણીએ ૯૭.૫૪ ટકા ફાયર સ્ટેશન, ૯૬.૨૮ ટકા ફાયરકર્મીઓ અને ૮૦.૦૪ ટકા ફાયર ટેન્ડર કે રેસ્કયૂ વાહનોની ભારે અછત વર્તાઈ રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો યાં ૧૦૦ ફાયરકર્મીઓની જર છે, ત્યાં માત્ર ૩ કર્મચારીઓ જ કામ કરી રહ્યા છે.
ગૃહ મંત્રાલયના અિશમન સેવા મહાનિર્દેશાલયના રિપોર્ટ અનુસાર, દેશના શહેરી વિસ્તારોમાં જ ફાયર સ્ટેશનોની ૭૨.૭૫ ટકા, ફાયરકર્મીઓની ૭૮.૭૯ ટકા અને વાહનોની ૨૨.૪૩ ટકા અછત છે. આ સુવિધાઓના અભાવે અને બેદરકારીના કારણે મોટું નુકસાન વેઠવું પડે છે.
હરિયાણામાં ફાયર ફાઈટર પહોંચવામાં એક કલાકનો વિલબં થતાં પાંચ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. મધ્યપ્રદેશમાં એક કલાક ફાયર બ્રિગેડ મોડી આવતાં ૬૦ થી ૭૦ લાખ પિયાનો સામાન બળી ગયો હતો. ઓરિસ્સા અને યુપીમાં ફાયર એલાર્મ, સ્પ્રિંકલર બધં હોવા અને સુરક્ષા નિરીક્ષણમાં લાલિયાવાડીના કારણે અનુક્રમે ૧૨ અને ૧૫ લોકોના મોત થયા હતા.નિયમો મુજબ, શહેરી વિસ્તારોમાં આગ લાગવાના પાંચથી સાત મિનિટમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ૨૦ મિનિટની અંદર ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચવી જોઈએ. એક ફાયર સ્ટેશન શહેરી વિસ્તારમાં ૧૦ ચોરસ કિલોમીટર અને ગ્રામીણ વિસ્તારમાં ૫૦ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે. નિયમ મુજબ પ્રતિ ફાયર વાહન છ કર્મચારીઓ હોવા જરી છે. પરંતુ કર્મચારીઓ, વાહનો અને પાણીની અછતના કારણે આ તમામ નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે. ઐંચી ઈમારતો અને ઔધોગિક વિસ્તારો માટે ટર્નટેબલ લેડર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ફોર્મ ટેન્ડર જેવા વિશેષ વાહનોની અછત બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવે છે.દિલ્હીમાં બિલ્ડિંગમાં આગ લાગવાથી ૨૧ થી ૨૩ લોકોના મોત થયા હતા. નજીકનું ફાયર સ્ટેશન માત્ર ૪૦૦–૫૦૦ મીટર દૂર હોવા છતાં, કર્મચારીઓની અછતને કારણે તાત્કાલિક ગાડી મોકલી શકાઈ નહોતી અને પહેલું ટેન્ડર બાવીસ મિનિટ પછી પહોંચ્યું હતું.
કોલકાતાના ખિદિરપુર બજારમાં આગ લાગવાથી ૧૩૦૦ દુકાનો સળગી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application