ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત 'સમગ્ર શિક્ષા અભિયાન' હેઠળ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી 'જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)' અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઇન અરજીઓ મગાવવામાં આવી છે. શિક્ષણ વિભાગ, આદિજાતિ વિકાસ કચેરી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની અનુસૂચિત જાતિ કલ્યાણ તથા વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની સરકારી અને અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓમાં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ ભરતી પ્રક્રિયાની શરૂઆત ગુરુવારથી થઈ ચૂકી છે અને તે 25 ઓક્ટોબર સુધી પૂર્ણ કરવામાં આવશે.આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. મેરીટ લીસ્ટ 24 ઓક્ટોબર જાહેર કરવામાં આવશે અનેદસ્તાવેજ ચકાસણી અને શાળા પસંદગી,25 ઓક્ટોબર સુધીમા કરાશે.આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ નક્કી કરવામાં આવી છે.જેની ગણતરી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધી ધ્યાને લેવાશે.ગુજરાતી માધ્યમની જગ્યાઓ માટે પસંદગી પામનાર ઉમેદવારોને માસિક રૂ. 21,000નું ફિક્સ મહેનતાણું ચૂકવવામાં આવશે.ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ રાજ્ય સરકારની અધિકૃત વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ફોર્મ ભરતા પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, નિમણૂકના પ્રકાર અને મહેનતાણા અંગેની તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી.વિભાગે સ્પષ્ટતા કરી છે કે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા મોકલવામાં આવેલી કોઈ પણ અરજી સ્વિકારવામાં આવશે નહીં અને તેને રદબાતલ ગણવામાં આવશે. જ્યારે પણ ઉમેદવારને પ્રમાણપત્રોની ચકાસણી માટે રૂબરૂ બોલાવવામાં આવે, ત્યારે ઓનલાઇન અરજીની પ્રિન્ટ અને તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application