BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : કમોસમી વરસાદથી થયેલ નુકસાન સંદર્ભે "કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫" અંતર્ગત ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની રહેશે

  • November 18, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં બીજા પખવાડીયામાં રાજયના તમામ જિલ્લાઓમાં નોંધાયેલ કમોસમી વરસાદની વ્યાપકતા અને નુકસાનીના કારણે થયેલ પાક નુકસાની સંદર્ભે ખેડૂતોને સહાય આપવા માટે "કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫"  જાહેર કરવામાં આવેલ છે. 

જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને ખરીફ ૨૦૨૫ ઋતુમાં વાવેતર કરેલ પાકોમાં ૩૩% કે તેથી વધુ નુકસાન થયેલ હોય, તેમને રૂ. ૨૨,૦૦૦/- પ્રતિ હેકટર લેખે સહાય મળવાપાત્ર થશે.

અરજી કેવી રીતે કરવી?

•    આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે
•    અરજી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર VLE/VCE મારફત "કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ" પર કરવાની રહેશે તેમજ ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં 
•    આ સહાય ખાતાદીઠ (ગામ નમૂના નં-૮/અ મુજબ) મહત્તમ બે (૨) હેકટરની મર્યાદામાં જ મળવાપાત્ર થશે.


અરજી માટે જરૂરી સાધનિક પુરાવા

અરજી કરતી વખતે ખેડૂતોએ નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાના રહેશે: ગામ નમૂના નં. ૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો (જેમાં પાક વાર વાવેતર વિસ્તાર દર્શાવેલ હોય) /ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ અને સંયુક્ત ખાતાના કિસ્સામાં, અન્ય ખાતેદારોની સહી વાળો “ના - વાંધા અંગેનો સંમતિ પત્ર”.

જિલ્લાના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે ઓનલાઈન અરજી કરી આ પેકેજનો લાભ લેવા વિનંતી છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application