BREAKING NEWS

દેશમાં એક દશકામાં કૃષિ વિકાસ દર ૫૦% વધ્યો ટેકનોલોજીએ ખેતીની તસવીર બદલી

  • September 28, 2026 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના કૃષિ ક્ષેત્રમાં હરિત ક્રાંતિ પછી વિકાસની નવી તસવીર સામે આવી છે. ગત એક દશકમાં દેશમાં સરેરાશ કૃષિ વિકાસ દરમાં ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.
૨૦૧૫ પછી કૃષિ વિકાસ દર સરેરાશ ૪.૫ ટકા રહ્યો છે, જે ૧૯૬૭–૯૫ અને ૧૯૯૬–૨૦૧૪ દરમિયાન આશરે ત્રણ ટકા હતો. કૃષિ તકનીકમાં નવાચારો અને વિવિધિકરણ ખેતીની તસવીર બદલી દીધી છે, જેને લઈને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની તરફથી 'ઇન્ડિયન જર્નલ ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સિસ'માં રિપોર્ટ પ્રકાશિત થયો છે.
આઈસીએઆરના મહાનિદેશક ડો. માંગીલાલ જાટ તથા શોધકર્તાઓના અધ્યયનમાં ભારતની કૃષિ યાત્રાને ત્રણ ચરણોમાં વહેંચવામાં આવી છે. ૧૯૬૭થી બે ચરણો બાદ ૨૦૧૫થી વિકાસનો આધાર ટકાઉ કૃષિ, તકનીકી નવાચાર અને વ્યાપક વિવિધિકરણ બન્યો છે. ખાધાન્ન ઉત્પાદનમાં સરેરાશ ૮.૪ મિલિયન ટનનો વધારો થયો છે.
આ ઉપરાંત, ચોખાની ઉપજ વૃદ્ધિ દર ૨.૧ ટકા, ઘઉંની બે ટકા અને મકાઈની ૨.૭થી વધીને ૩.૪ ટકા થઈ ગઈ છે. કૃષિની તસવીર અનાજ સુધી સીમિત ન રહી, કેમ કે ૨૦૧૫ પછી દૂધ ઉત્પાદનમાં સાધારણ ૧૦ મિલિયન ટનની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે.
કૃષિ નીતિના સમક્ષ નવા પડકારો પણ રેખાંકિત કરવામાં આવ્યા છે. હરિત ક્રાંતિના સમયમાં વીજળીથી જોડાયેલા પ્રોત્સાહનોએ ખાધ સુરક્ષા મજબૂત કરી, પરતું પ્રાકૃતિક સંસાધનો પર દબાણ વધ્યું અને મોટા અનાજ જેવા પાકોનું વિવિધિકરણ પ્રભાવિત થયું. હવે કૃષિ નીતિમાં સંસાધન સંરક્ષણ, જળવાયુ અનુકૂળતા, ટકાઉ ઉત્પાદન અને ખેડૂતોની કમાણીને વધુ મહત્વ દેવાની જરત બતાવાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application