અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેનનો ખર્ચ બમણો, હવે ૨.૧ લાખ કરોડનો અંદાજ
અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેનનો ખર્ચ બમણો, હવે ૨.૧ લાખ કરોડનો અંદાજ
August 26, 2026 11:35 AM
અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટની શઆત હવે નજીક આવી રહી છે. ૫૦૮ કિલોમીટર લાંબા આ મહત્વાકાંક્ષી હાઈ–સ્પીડ રેલ કોરિડોરનો પ્રથમ તબક્કો ઓગસ્ટ ૨૦૨૭માં શરૂ કરવાની યોજના છે, જયારે સમગ્ર પ્રોજેકટ ૨૦૩૦ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. જોકે, પ્રોજેકટની કિંમતમાં મોટો વધારો થયો છે. શઆતમાં અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટનો અંદાજિત ખર્ચ આશરે રૂા. ૧.૧ લાખ કરોડ હતો. હવે આ ખર્ચ વધીને લગભગ રૂા. ૨.૧ લાખ કરોડ થવાનો અંદાજ છે. એટલે કે પ્રોજેકટની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર, ૨૫ ઓગસ્ટે આ પ્રોજેકટની સુધારેલી કિંમતને મંજૂરી આપવા માટેનો પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે શું નિર્ણય લેવાયો તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, રેલવે મંત્રાલયે ખર્ચ વધવા પાછળ મુખ્ય કારણો તરીકે મહારાષ્ટ્ર્રમાં જમીન સંપાદનમાં લાગેલો વધારાનો સમય અને જાપાનથી ટ્રેન સેટ મળવામાં થયેલા વિલંબને જવાબદાર ગણાવ્યા છે. જમીન સંપાદનમાં વિલંબ, જરી મંજૂરીઓ મેળવવામાં સમય લાગવો અને ટ્રેનોને અંતિમ સ્વપ આપવામાં થયેલા વિલંબને કારણે પ્રોજેકટની સમયમર્યાદા તેમજ ખર્ચ બંનેમાં વધારો થયો છે. જાન્યુઆરીમાં રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે પણ જણાવ્યું હતું કે પ્રોજેકટનો ખર્ચ લગભગ ૮૩ ટકા વધીને રૂા. ૧.૯૮ લાખ કરોડ સુધી પહોંચી ગયો હતો. હવે સુધારેલા અંદાજ મુજબ આ ખર્ચ રૂા. ૨.૧ લાખ કરોડની આસપાસ પહોંચી શકે છે. આ પ્રોજેકટ માટે અત્યાર સુધીમાં આશરે રૂા. ૧.૧ લાખ કરોડનું ફંડિંગ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી અને બજેટ ફાળવણી મારફતે કરવામાં આવ્યું છે. ખર્ચમાં વધારા બાદ રેલવેને વધારાના ભંડોળની જર પડશે અને આ રકમ બજેટમાંથી આપવામાં આવે તેવી શકયતા છે. ખાસ વાત એ છે કે બુલેટ ટ્રેન માટે ઉપયોગમાં લેવાતી હાઈ–સ્પીડ ટ્રેનો ભારતમાં જ બનાવવાની યોજના છે. દરેક ટ્રેનની કિંમત અંદાજે રૂા.૩૯૦ કરોડથી રૂા.૪૦૦ કરોડ વચ્ચે રહેવાની શકયતા છે. અમદાવાદ–મુંબઈ બુલેટ ટ્રેન ભારતનો પ્રથમ હાઈ–સ્પીડ રેલ પ્રોજેકટ છે. પ્રોજેકટનો પ્રથમ હિસ્સો ૨૦૨૭માં શ થયા બાદ બાકીના કોરિડોરનું કામ તબક્કાવાર પૂર્ણ કરવાની યોજના છે.