BREAKING NEWS

અમદાવાદ દુષ્કર્મના આરોપીને પોલીસે ગોળી મારી

  • August 10, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હત્પમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યેા હતો. આ ઘટનામાં પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર
અર્થે સિવિલમાં ખસેડાયા હતા.ઉલ્લેખનીય છે કે અમદાવાદના જોધપુર ગામમાં બહેનપણી સાથે ભાડાના લેટમાં રહેતી યુવતી પર સોસાયટીના સિકયુરિટી ગાર્ડે જ આચરેલા દુષ્કર્મનો કેસ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. પોલીસે રાત્રે જ અલગ અલગ ૧૦ ટીમો બનાવી તપાસમાં લાગી ગઈ. જે સોસાયટીમાં બનાવ બન્યો ત્યાંથી એક બાદ એક સીસીટીવી ચેક કર્યા અને હાથથી મેપ તૈયાર કર્યેા. આખીરાત દોડધામ કર્યા બાદ અંતે સવારે હેબતપુર પહોંચી અને દુષ્કર્મીને ઝડપ્યો હતોઅમદાવાદના જોધપુર ગામની એક સોસાયટીના લેટમાં પીડિતા અન્ય બે યુવતીઓ સાથે ભાડા પર રહે છે. ૮ ઓગસ્ટે રાત્રિના ૯ વાગ્યાના અરસામાં યુવતીએ મોમોસ મંગાવ્યા હોય તે લઈને ધાબા પર પહોંચી હતી. મોબાઈલ જોઈને મોમોસ ખાઈ રહી હતી. આ સમયે જ સોસાયટીનો સિકયુરિટી ગાર્ડ ધર્મસિંહ પણ ધાબા પર પહોંચ્યો. સામાન્ય દિવસે ૯ વાગ્યા આસપાસ સોસાયટીના અન્ય લોકો પણ ધાબા હોય છે પરંતુ, ૮ ઓગસ્ટે યુવતી અને ધર્મસિંહ સિવાય કોઈ નહોતું.સવા નવ વાગ્યે યુવતીના મોબાઈલની બેટરી પૂરી થતા નીચે જવાની તૈયારી કરતી હતી. આ સમયે જ ધર્મસિંહ તેની નજીક આવ્યો અને બિભત્સ માગણી કરી. યુવતી ડરી જતા નીચે જવા પ્રયત્ન કરતા જ ધર્મસિંહે યુવતીના ગળામાં વાયર નાખી યુવતીને નીચે પાડી ગળું દબાવી દીધું અને વાયર ગળામાં જ ભરાવી રાખી દુષ્કર્મ આચયુ હતું. રાતે ૧૦:૨૦ની આસપાસ ધર્મસિંહ ધાબા પરથી નીચે ઉતર્યેા ત્યારે યુવતીનો ફોન પણ સાથે લઈ લીધો હતો. ધર્મસિંહે લેટનો દરવાજો બહારથી બધં કરી દીધો હતો.યુવતી એકલી હોવાથી ડરી ગઈ અને તેની સાથે બનેલી ઘટનાને કારણે આઘાતમાં જતી રહી હતી છતાં ધાબા પર બૂમાબૂમ કરી. જેના કારણે લેટમાં પાંચમાં માળે રહેતા લોકો ભેગા થયા અને મદદે પહોંચ્યા.ઘટના બાબતે પોલીસને જાણ કરાતા ૧૧૨ની એક ટીમ સવા અગિયાર આસપાસ લેટ પર પહોંચી ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application