BREAKING NEWS

મોરબી સબજેલમાં અમદાવાદ સ્કવોડનો દરોડો: મોબાઈલ મળ્યો

  • May 25, 2026 09:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબી સબ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા સમય પહેલા પણ ઝડતી દરમિયાન મોબાઇલ મળી આવ્યા હતા ત્યારે ફરી એક વખત અમદાવાદની ઝડતી સ્કવોડ દ્રારા મોરબી સબ જેલમાં અચાનક પાડવામાં આવેલા દરોડા દરમિયાન બેરેકના શૌચાલયની કુંડીમાંથી એક બિનવારસી મોબાઈલ ફોન મળી આવતા જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે. તેમજ આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પણ નોંધાઇ છે.મળતી માહિતી મુજબ અમદાવાદ ઝડતી સ્કવોડના જેલર ગ્રુપ–૧ દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની રેડ પાર્ટી જેમાં જેલર ગ્રુપ–૨ જવાનો તપાસ માટે મોરબી સબ જેલ ખાતે પહોંચ્યા હતા. દરમ્યાન જેલના સર્કલ નંબર–૦૧૦૧ની બેરેક –૧ ની પાછળ આવેલ પ્રથમ શૌચાલયની કુંડીની અંદરથી કેચાડા કંપનીનો મોબાઈલ ફોન બે સીમકાર્ડની સ્પેશ ધરાવતો સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો પાછળના ઢાકણ વગરનો મોબાઇલ નંગ–૦૧ મળી આવ્યો હતો. ત્યારબાદ આ મામલે જવાબદાર કેદી કે અજાણ્યા શખ્સ વિદ્ધ બી.એન.એસ. ની કલમ ૨૨૩ તથા પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩ અને ૪૫ મુજબ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News