આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયો અહેવાલ,કેનેડાની ખ્યાતનામ મેકમાસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા મધ્યમ ઉંમરના આશરે 7000 લોકો પર એક વિગતવાર સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધન અહેવાલ મેડિકલ જર્નલ 'સ્ટ્રોક'માં સત્તાવાર રીતે પ્રકાશિત થયો છે. આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જે વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધારે છે, ત્યાં રહેતા લોકોની યાદશક્તિ, નિર્ણય શક્તિ અને માનસિક ઝડપ (કોગ્નિટિવ ફંક્શન) ચકાસવા માટેની ટેસ્ટમાં તેમનું પ્રદર્શન ઘણું નબળું રહ્યું હતું.
એમઆરઆઈ સ્કેનમાં સામે આવ્યા ચિંતાજનક સંકેતો
વાહનો અને ટ્રાફિકના પ્રદૂષણમાં સતત રહેતા લોકોના મગજના એમઆરઆઈ (MRI) સ્કેન કરવા પર મગજની અંદર સૂક્ષ્મ નુકસાનના ચિહ્નો જોવા મળ્યા છે.આ સંશોધનમાં પુરુષોની સરખામણીએ મહિલાઓના મગજ પર પ્રદૂષણની નકારાત્મક અસરો વધુ સ્પષ્ટ અને ગંભીર જોવા મળી છે.
હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અથવા શરીરમાં ચરબી જેવા હૃદયરોગના જોખમો ન હોય તેવા તંદુરસ્ત લોકોમાં પણ હવાની ખરાબ ગુણવત્તાના કારણે માનસિક ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે.
સંશોધકોના મતે, ડિમેન્શિયા કોઈ અચાનક થતો રોગ નથી, પરંતુ દાયકાઓ સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાના કારણે તે મગજમાં ધીમે-ધીમે વિકસે છે.બચવા માટેના ત્રણ મહત્વપૂર્ણ મેડિકલ ઉપાયો
પ્રદૂષણની આ નકારાત્મક અસરોથી તમારા મગજ અને યાદશક્તિને સુરક્ષિત રાખવા માટે તબીબી નિષ્ણાતો નીચે મુજબની સાવચેતી રાખવાની સલાહ આપે છે
એન્ટીઑકિસડન્ટ આહાર: રોજિંદા ખોરાકમાં વિટામિન-સી અને ઈ યુક્ત એન્ટીઑકિસડન્ટ ખોરાક (જેમ કે લીલા શાકભાજી અને ખાટા ફળો) નો ઉપયોગ વધારવો, જે પ્રદૂષણથી કોષોને થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
પીક અવર્સ ટાળવા:- જ્યારે રસ્તાઓ પર ટ્રાફિક અને ધુમાડાનું પ્રમાણ સૌથી વધુ હોય, તેવા સમયે બહાર નીકળવાનું ટાળવું અથવા ઉચ્ચ ગુણવત્તાવાળા એર-ફિલ્ટર માસ્કનો ઉપયોગ કરવો.
ઇન્ડોર એર પ્યુરિફાયર:- ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારવા માટે વસવાટના રૂમમાં હવાને શુદ્ધ કરતા ઇન્ડોર પ્લાન્ટ્સ રાખવા અથવા એર પ્યુરિફાયર મશીનનો ઉપયોગ કરવો.