એરબસ એરક્રાફ્ટ કંપનીને એક નવી સમસ્યા કનડી રહી છે. પહેલા સૌર કિરણોત્સર્ગનો ખતરો હતો અને હવે ફ્યુઝલેજ પેનલનો મુદ્દો સામે આવી રહ્યો છે આથી એરબસ એ320ની ડિલિવરીમાં વિલંબ થવાની શક્યતા વધી છે.
એરબસના સીઈઓ ગુઇલાઉમ ફારહીએ કહ્યું છે કે એ320 એરક્રાફ્ટ સાથે ફ્યુઝલેજ ગુણવત્તાની સમસ્યા થઈ રહી હોવાને કારણે ડિસેમ્બરમાં નિર્ધારિત ડિલિવરીની સમીક્ષા કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
એરબસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગુઇલાઉમ ફારહીએ જણાવ્યું છે કે આ નવી ખામીના લીધે નવેમ્બરમાં કંપનીના પહેલાથી જ નબળા ડિલિવરી પ્રદર્શનને વધુ અસર કરી છે, જેના કારણે તેના વાર્ષિક લક્ષ્યો પર દબાણ આવ્યું છે. કંપની વર્ષના અંત સુધીમાં 820 વિમાન પહોંચાડવાનું આયોજન ધરાવે છે.
ફારીએ જણાવ્યું હતું કે આ મુદ્દો વર્ષના અંતિમ મહિનામાં પહેલાથી જ તણાવપૂર્ણ ડિલિવરી શેડ્યૂલ માટે વધુ પડકાર ઉભો કરે છે. તેમણે જણાવ્યું હતું કે કંપની ડિસેમ્બરમાં અસરનું સંપૂર્ણ મૂલ્યાંકન કરશે પછી જ આગળના નિર્ણયો લેવાશે.
એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી એસોસિએશન કોન્ફરન્સમાં બોલતા, ફારીએ જણાવ્યું હતું કે એરબસ આ તકનીકી સમસ્યાની કાર્યકારી અસરનું મૂલ્યાંકન કરવા માટે મંગળવારે આંતરિક સમીક્ષા બેઠકો યોજશે.