BREAKING NEWS

‘વેલકમ ટુ ધ જંગલ’ના ટીઝરમાં જોવા મળ્યો અક્ષયનો ‘જૂનો અંદાજ’

  • May 16, 2026 09:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ’વેલકમ ટુ ધ જંગલ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ૩૦થી વધુ દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મમાં કોમેડીનો જબરદસ્ત તડકો જોવા મળશે. ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે. ફિલ્મમાં ૩૦થી વધુ કલાકારોને દમદાર પાત્રમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આ ફિલ્મ ૨૬ જૂને સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે.
જણાવી દઈએ કે, આ ફિલ્મનું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે અને આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી સ્ટારકાસ્ટ વાળી ફિલ્મ છે. ફિલ્મમાં ૩૦થી વધુ મોટા કલાકારોને મહત્વના રોલમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. આજે રિલીઝ થયેલા ટીઝરમાં પણ તેની ઝલક જોવા મળી રહી છે.
ટીઝરમાં અક્ષય કુમારનો એ જ જૂનો કોમિક અંદાજ જોવા મળ્યો અને તેની ટાઈમિંગે લોકોને હસવા પર મજબૂર કરી દીધા. સાથે જ અરશદ વારસીથી લઈને સુનીલ શેટ્ટી અને દિશા પટની સુધીના ઘણા કલાકારો આ ફિલ્મમાં કોમેડીનો તડકો લગાવતા જોવા મળશે.
બોલિવૂડમાં અત્યાર સુધી આપણે ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મો જોઈ છે અને તેને ખૂબ એન્જોય કરી છે. હવે ‘વેલકમ ટુ ધ જંગલ’ પણ આવી જ એક ફિલ્મ છે, જેમાં ૩૦થી વધુ એક્ટર્સ મહત્વના પાત્રોમાં જોવા મળશે. અક્ષય કુમારની સાથે ફિલ્મમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી, અરશદ વારસી અને પરેશ રાવલે લીડ રોલ પ્લે કર્યા છે.
આ સાથે જ ફિલ્મની સ્ટોરી માટે સપોર્ટિંગ કાસ્ટને પણ કાસ્ટ કરવામાં આવી છે, જેમાં રવીના ટંડન, લારા દત્તા, જેકલીન ફર્નાન્ડીઝ, દિશા પટની, ઉર્વશી રૌતેલા, જોની લીવર, રાજપાલ યાદવ, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, કીકુ શારદા તેમજ કૃષ્ણા અભિષેક દમદાર પાત્રમાં જોવા મળશે. ફિલ્મને લઈને પ્રેક્ષકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને આજે રિલીઝ થયેલા ટીઝરે ફરી એકવાર આ ફિલ્મને ચર્ચામાં લાવી દીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application