BREAKING NEWS

ભૂત બંગલાથી સામે આવ્યો અક્ષયનો ડરામણો અવતાર

  • February 25, 2026 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂત બંગલા’થી સામે આવ્યો અક્ષયનો ડરામણો અવતાર

અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ‘ભૂત બંગલા’ને લઈને ફેન્સની વચ્ચે જબરજસ્ત ચર્ચા છે. ફિલ્મનાં એનાઉન્સમેન્ટ પછી આ પ્રોજેક્ટ સતત કોઈને કોઈ રીતે ચર્ચામાં છે. આમ, લેટેસ્ટમાં અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું મોશન પોસ્ટર શેર કર્યું છે. આ લુકમાં અક્ષય કુમાર એકદમ અલગ લાગી રહ્યો છે. જો કે અક્ષયનો આ લુક જોઈને ફેન્સ ફિદા થઈ ગયા છે. પોસ્ટર જોયા પછી આ મૂવીને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે.

આ મોશન પોસ્ટરમાં અક્ષયનો લુક એકદમ અલગ અને થોડો ડરામણો જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે અક્ષય કુમાર એક ખૌફનાક સિંહાસન પર બેઠેલો છે, જેના પર ભૂતોની માથા જેવી ડિઝાઇન બની છે. અક્ષયની આંખો પર કાળા ચશ્મા છે અને ગળામાં તેમજ હાથમાં અનેક રુદ્રાક્ષની માળાઓ પહેરી છે. એક હાથમાં માળા જપતા તેનો અંદાજ બિલકુલ કોઈ તાંત્રિક જેવો લાગી રહ્યો છે. એક્ટરે ધોતી પહેરી છે અને સાથે પૂરો લુક રહસ્યમય જોવા મળી રહ્યો છે.

પોસ્ટરનું બેકગ્રાઉન્ડ સામાન્ય અંધારાવાળું અને ધૂંધળું જોવા મળી રહ્યું છે, જેના કારણે સસ્પેન્સનો માહોલ બની રહ્યો છે. અક્ષયે પોસ્ટરની સાથે એક મસ્ત કેપ્શન પણ લખ્યું છે. અક્ષયે લખ્યું છે કે- દસ કો દેંગે દસ્તક, ઇંતજાર કરો તબ તક. મસ્તી શુરૂ હોને દો. આ કેપ્શન ફેન્સની ઉત્સુકતામાં વધારો કરે છે. ભૂત બંગલા દસ એપ્રિલનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે મોશન પોસ્ટર સામે આવતા જ ફેન્સ જાતજાતની કોમેન્ટ્સ કરવા લાગ્યા છે. અનેક લોકોએ અક્ષય અને પ્રિયદર્શનની જોડીની વાપસી પર ખુશી વ્યક્ત કરી છે. એક ફેને કોમેન્ટ કરી છે કે લાગે છે કે ફરીથી ભૂત બંગલા જેવી મજેદાર કોમેડી જોવા મળશે. બીજા ફેને કોમેન્ટ કરી છે કે કાઉન્ટડાઉન શરૂ કરી રહ્યો છે. આ સાથે અનેક ફેન્સે અક્ષય કુમારનાં લુકને ખતરનાક અને બિલકુલ અલગ બતાવ્યો છે. આમ, ભૂત બંગલા રિલીઝ થાય એ પહેલાં જોરદાર માહોલ ક્રિએટ થયો છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે, આ મૂવી સુપર હિટ સાબિત થઈ શકે છે કે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application