BREAKING NEWS

કાલાવડ રોડ પર બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગમાં કારના ચોરખાનામાંથી ૧.૩૪ લાખનો દારૂ મળ્યો

  • November 13, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પીસીબીની ટીમે કાલાવડ રોડ ઓવર બ્રીજ નીચે ઉભેલી કારમાં તપાસ કરતા કારમાં ખાસ ચોરખાનું હોય જેમાંથી ૮૮ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને કાર સહિત રૂ.૨,૮૪,૬૯૨ ના મુદામાલ સાથે દૂધસાગર રોડ પાસે આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પુછતાછ કરતા તે અગાઉ સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે આપવાનું કામ કરતો હોય પરંતુ ધંધામાં મંદી આવતા દારૂનો વેપલો શરૂ કર્યો હતો. આરોપી એમ.પી. થી માલ લાવ્યો હોવાની કબુલાત આપી હતી.


ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા દારૂની હેરફેર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત પી.સી.બી.ના પી.આઈ. એમ.આર. ગોંડલિયના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાલાવડ રોડ ઓવર બ્રીજ નીચે પે એન્ડ પાર્કિંગમાં ઉભેલી કારમાં દારૂ છુપાવેલ છે. બાતમીના આધારે પોલીસે અહીં પહોંચી તપાસ કરતા શંકાસ્પદ કાર જોવા મળી હતી. કારમાં સવાર શખસની પુછતાછ કરતા તેનું નામ પરેશ ભરતભાઈ જોગી(ઉં વ ૩૮) (રહે શક્તિ સોસાયટી, શેરી નંબર ૪, કામદાર વીમા હોસ્પિટલની પાછળ દૂધસાગર ડેરી) હોવાનું માલુમ પડયું હતું.


પોલીસે કારની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું પરંતુ બાતમી ઠોસ હોવાથી સઘન તપાસ કરતા કારની પાછળની સીટમાં ચોરખાનું નજરે પડયું હતું. જેમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂ.૧,૩૬,૬૯૨ની કિંમતની ૮૮ દારૂ બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલસે દારૂ , કાર સહિત કુલ રૂ. ૨,૮૪,૬૯૨ કબજે કરી ઝડપાયેલા શખસ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, દારૂ સાથે ઝડપાયેલો શખસ રેશ ભરતભાઈ જોગી અગાઉ સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે આપવાનું કામ કરતો હોય પરંતુ ધંધામાં મંદી આવતા દારૂનો વેપલો શરૂ કર્યો હતો. આરોપી એમ.પી. થી માલ લાવ્યો હોવાની કબુલાત આપી હતી.


આ કામગીરીમાં પી.સી.બી. પી.આઈ.એમ.આર. ગોંડલીયા, એમ.જે. હૂણ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, કરણભાઈ મારુ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, રાહુલગીરી ગોસ્વામી, પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર સાથે રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application