ગુજરાત રાજ્યમાં મોટા આતંકી હુમલાના કાવતરાના ષડયંત્રનો ઘટસ્ફોટ થયા બાદ દિલ્લીમાં થયેલ ભયાનક કાર બોંબ વિસ્ફોટના પગલે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત તેમજ જિલ્લા રેન્જ આઇ.જી તેમજ એસપી ને એલર્ટ ના પગલે સાવચેતીના ભાગરૂપે ચેકિંગ ના આદેશો લેખિતમાં કરતા રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ હરકતમાં આવી રેલ્વે ,બસપોર્ટ, એરપોર્ટ જાહેર સ્થળો, સરકારી કચેરીઓ, હોટેલ-રેસ્ટોરેન્ટમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ક્રાઈમ એલસીબી, એસઓજી, બોમ્બ સ્કોડ, ડોગ સ્કવોર્ડને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજ્યની એન્ટી ટેરિરિસ્ટ સ્કવોર્ડ દ્વારા બનાસકાંઠા અને કલોલથી આતંકીઓને ઝડપી પાડ્યા હતાં, જેઓ રાઈઝીન નામના ખતરનાક ઝેરથી મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જેના મજબૂત પુરાવા એટીએસને મળી આવ્યા હતા. આતંકી ત્રિપુટી ઝડપાયાની ગણતરીની કલાકોમાં જ 350 કિલો આરડીએક્સ હરિયાણાના ફરીદાબાદથી ઝડપાયો હતો. જેમની થોડી કલાકોમાં જ દિલ્લીમાં કાર બ્લાસ્ટ થતાં અનેક લોકોના મોત થયાં છે. જે બનાવની ગંભીરતા જોઈ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ટ્વીટ કરી રાજ્યભરની પોલીસને સઘન ચેકીંગ હાથ ધરવા કરેલા આદેશ ના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બંગરવા તેમજ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જર, એલસીબી એસઓજી સહિતની મહત્વ ની બ્રાન્ચો એલર્ટના પગલે સર્ચ ચેકિંગ હાથ ધર્યું હતું.
રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાની રાહબરિમા ક્રાઇમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ, ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની અલગ અલગ ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ડોગ સ્કવોડ, બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ક્યુઆરટીની ટીમોને સાથે રાખી ચેકીંગ શરૂ કર્યું હતું.
પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, બસ પોર્ટ, એરપોર્ટ, કોર્ટ કેમ્પસ, અલગ અલગ સરકારી કચેરીઓ, હોટેલ, રેસ્ટોરેન્ટ, ગેસ્ટહાઉસ સહિતના સ્થળો કે જ્યાં જાહેર જનતાની અવર જવર રહેતી હોય ત્યાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ હાલ શંકાસ્પદ પદાર્થોથી માંડી શકમંદોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
ઉપરાંત હાલ વ્હાઈટીયલ ઇન્સ્ટોલમેન્ટ જેવા કે સરકારી કચેરીથી માંડી રેલવે સ્ટેશન, બસપોર્ટ સહિતના સ્થળે ચેકીંગ શરૂ કરી દીધું છે. જયારે બીજી બાજુ જરૂર પડ્યે ધાબા પોઇન્ટ બનાવી શહેર આખા પર બાજ નજર રાખવામાં આવશે.
બિન વારસી શંકાસ્પદ વસ્તુ અંગે પોલીસને જાણ કરો : ડીસીપી બાંગરવા
રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, દિલ્લી કાર બ્લાસ્ટ બાદ શહેર પોલીસે તમામ જાહેર સ્થળો અને ભીડ ભાડ વાળી જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બસપોર્ટ, રેલ્વે સ્ટેસન પર બહારથી આવતા જતા મુસાફરોને પણ ચેક કરવામાં આવી રહ્યાં છે. તેમજ જો કોઈ સોસાયટીમાં કે ધંધાના સ્થળે બિન વારસુ બેગ, વાહન કે સંદિગ્ધ વસ્તુ જોવા મળે તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.
હાઈ એલર્ટના પગલે લોકોને ગભરાવાની જરૂર નથી : રેન્જ આઇ.જી
દિલ્હી બ્લાસ્ટ બાદ દ્વારકા જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઈ છે sog , lcb નું સતત પેટ્રોલિંગ,સમુદ્ર કાંઠે મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ એલર્ટ ચેકીંગ શરૂ
રેલ્વે સ્ટેશન અને બસસ્ટેન્ડ પર ચેકીંગ શરૂ હોસ્પિટલ અને જાહેર સ્થળોએ વધારાઈ સુરક્ષા વ્યવસ્થા
ઈન્ટેલિજન્સ અને ATS ટીમો સક્રિય શંકા શીલ વાહન અને વ્યક્તિની સઘન તપાસ પ્રવાસીઓ માટે કડક સુરક્ષા ચેકિંગ હોય જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી.