BREAKING NEWS

'હેરી પોટર' ની તમામ ૮ ફિલ્મ સિનેમાઘરોમાં થશે રી-રીલીઝ

  • July 25, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વિશ્વભરમાં કરોડો ચાહકોના દિલ પર રાજ કરનારી ઓલ-ટાઈમ બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી 'હેરી પોટરના ફેન્સ માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષો પછી હેરી પોટર, રોન વિઝલી અને હર્માઇની ગ્રેન્જરની લોકપ્રિય જાદુઈ ત્રિપુટી ફરી એકવાર મોટા પડદા પર ધમાલ મચાવવા આવી રહી છે.મેકર્સ દ્વારા સિનેમાઘરોમાં હેરી પોટર શ્રેણીની તમામ ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાની અધિકૃત જાહેરાત કરવામાં આવી છે.જે.કે. રોલિંગ ની પ્રખ્યાત નવલકથા પર આધારિત આ સુપરહિટ ફિલ્મ સીરીઝ આ વર્ષે પોતાના ૨૫ વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આ ખાસ અને યાદગાર ક્ષણની ભવ્ય ઉજવણી કરવા માટે મેકર્સે સીરીઝના તમામ ૮ ભાગો ને ફરી એકવાર થિયેટરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે.સિનેમાઘરોમાં આ જાદુઈ મેળાની શરૂઆત ૨૭ ઓગસ્ટથી થશે અને તે ૩ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ ખાસ અઠવાડિયા દરમિયાન પ્રેક્ષકોને થિયેટરમાં જઈને હેરી પોટરની હોગવર્ટ્સની જાદુઈ દુનિયાને ફરી એકવાર મોટા પડદા પર અનુભવવાની અનોખી તક મળશે.

સોશિયલ મીડિયા પર આ જાહેરાત થતાં જ હેરી પોટરના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ પોતાના બાળપણની યાદોને તાજી કરવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application