રાજકોટના જાણીતા તન્વી ગોલ્ડમાં થયેલી અરેરાટીભરી લૂંટ અને ત્યારબાદ લાલજીભાઈ સરધારાની કરવામાં આવેલી નિર્મમ હત્યાની અત્યંત દુઃખદ ઘટનાને પગલે સમગ્ર જ્વેલરી ક્ષેત્રમાં ભારે શોક અને રોષની લાગણી ફરી વળી હતી. આ હૃદયદ્રાવક ઘટનાના વિરોધમાં અને શ્રદ્ધાંજલિ અર્પવાના ભાગરૂપે તારીખ આજે સવારે 9:00 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી તમામ વેપાર-ધંધા બંધ રાખવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. જોકે, તન્વી ગોલ્ડના બિપિનભાઈ દ્વારા કરવામાં આવેલી ખાસ વિનંતીને ધ્યાનમાં રાખીને તથા ગ્રાહકો અને વેપારીઓની સગવડતાને માન આપીને તમામ સંબંધિત એસોસિએશનો દ્વારા આ બંધનું આહ્વાન પરત ખેંચવાનો સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. એસોસિએશન દ્વારા સોની બજારના તમામ સભ્યો અને વેપારીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના વેપાર-ધંધા અને દુકાનો રાબેતા મુજબ ખુલી રાખે.
રાજકોટના જ્વેલરી ક્ષેત્રના તમામ સંગઠનો અને વેપારીઓએ લાલજીભાઈ સરધારાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ કપરા સમયમાં સમગ્ર સોની બજાર અને વેપારી આલમ તેમના શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂતીથી ઊભું છે અને પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. આ નિર્ણય રાજકોટના જ્વેલરી ક્ષેત્ર સાથે સંકળાયેલા મુખ્ય સંગઠનો દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઈન્ડોટેક જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ફેડરેશન (ઇન્જ્વેલ), રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશન, જેમ એન્ડ જ્વેલરી એસોસિએશન- રાજકોટ, રાજકોટ સિલ્વર મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, રાજકોટ સિલ્વર એસોસિએશન અને રાજકોટ હોલમાર્કિંગ સેન્ટર એસોસિએશનનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application