આતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓ એક થાય: પૂ.શંકરાચાર્યજી

  • May 06, 2025 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડમાં પરશુરામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જગદગુરૂએ વર્તમાન સ્થિતિ અંગે વ્યકત કર્યો આક્રોશ: ​​​​​​​આતંકવાદ સામે આપણે સૌએ એક થઇને લડવાનું છે: વિજય રૂ​​​​​​​પાણી: પરશુરામ ભગવાનનું મંદિર અને બ્રહ્મચોયાર્સીનો પ્રસંગ ગુજરાત માટે મહત્વનો: પૂ.કૃષ્ણમણીજી

આતંકવાદ સામેની લડાઇમાં તમામ સનાતનીઓએ એક થઇને તેનો જબ્બર મુકાબલો કરવો જોઇએ, ભારત દેશની સેના ઉપર આપણને પુરો ભરોસો છે, હવે આતંકવાદને કડક જવાબ આપવો પડશે, હવે બહુ થયું, એક-એક હિન્દુઓને હિન્દુ છો તેમ કહીને તેની હત્યા કરનાર આતંકવાદી રાક્ષસી પ્રવૃતિ કયારેય ચલાવી લેવામાં નહીં આવે હવે આપણે તેની સામે કડકમાં કડક પગલા ભરવા પડશે તેમ પીઠાધીશ્ર્વર દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યજી પૂ.સદાનંદ સરસ્વતીજીએ દરેડ ખાતે ભગવાન પરશુરામના મંદિરનું ભૂમિપૂજન કર્યા બાદ આશીવર્ચન આપતા જણાવ્યું હતું. 

તેમણે કહ્યું હતું કે, ભારતના અસ્તિત્વ ઉપર જયારે જોખમ આવ્યું છે ત્યારે ભગવાન કોઇને કોઇ રૂ​​​​​​​પમાં અવતાર લઇને આપણને મુકત કરાવે છે, ૨૪ અવતારમાં ભગવાન પરશુરામ ધર્મની સ્થાપના કરવા અને સંકટથી મુકત કરવા પ્રાણી અને લોકોના દુ:ખ દુર કરવા અવતાર લે છે, જે રીતે આતંકવાદી પ્રવૃતિઓ ખુબ જ વિકસી રહી છે, આવા લોકોની સામે હવે લડાઇ કરવાની ખુબ જરૂ​​​​​​​ર છે. આપણી પાસે આઘ્યાત્મીક શકિત હશે તો યુઘ્ધ થશે, કેટલાક લોકો દ્વારા ષડયંત્ર કરીને દેશને કમજોર કરવામાં આવે છે ત્યારે ધર્મ અને દેશની રક્ષા કરવી એ આપણી ફરજ છે, જાતીનો વિરોધ કરનારાઓએ તે સમજવું જોઇએ કે જાતિ શું છે ? મનુષ્યમાં બ્રાહ્મણ સૌથી સર્વશ્રેષ્ઠ છે, મનુષ્યનું કે બ્રાહ્મણનું પ્રમોશન ન હોય, ધર્મની સુરક્ષા માટે આપણે આપણી રક્ષા કરવી પડશે.

પૂ.શંકરાચાર્યજીએ કહ્યું હતું કે, ધર્મનું પાલન કરવું તે આપણું કર્તવ્ય છે, જ્ઞાન ધર્મથી મળે છે, આપણે પાંખડીઓની પુજા કરીને ધર્મને નબળો ન પાડવો જોઇએ અને એટલે જ હિન્દુઓએ એક થઇને આતંકવાદનો સામનો કરવો પડશે. આખા ભારતમાં ૧૪૦ કરોડ લોકો પરમાત્માના સંતાનો છે અને વિશ્ર્વમાં ૮ અરબ લોકો છે, ગુરૂ​​​​​​​ અને શિષ્ય હંમેશા કલ્યાણ કરવા માટે તત્પર રહે છે, ત્યારે આપણે સૌએ સનાતની માર્ગ ઉપર ચાલવું જોઇએ, દશરથના પુત્ર રામે શા માટે ભગવાનનું રૂ​​​​​​​પ લઇને રાવણનો સંહાર કર્યો હતો, તેઓ તો વૈકુઠમાં બેઠાં-બેઠાં કરી શકત, પરંતુ વરસાદ પુરૂ​​​​​​​કરવા માટે તેમણે આમ કર્યુ, ધર્મના રક્ષણોનું પ્રતિપાદન કરવા ભગવાન રૂ​​​​​​​પ ધારણ કરે છે, ભગવાન પરશુરામે દુષ્ટોનું દમન કર્યુ ત્યારે જામનગરમાં ભગવાન પરશુરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, અહીંયા ત્રિપુર સુંદરી, હનુમાનજી, ગણેશજી અને લક્ષ્મીનારાયણના પણ મંદિર છે, બ્રાહ્મણ વિશે બોલતા તેમણે કહ્યું હતું કે, બ્રાહ્મણ બધાનું ભલુ કરનારા છે અને બધાને આશીર્વાદ છે, બ્રાહ્મણની ફરજ છે કે બધાની રક્ષા કરવી જોઇએ અને તેનાથી રાષ્ટ્રને ફાયદો થાય.


પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ.કૃષ્ણમણી મહારાજે પરશુરામ મંદિરના ભૂમિપૂજન બાદ જણાવ્યું હતું કે, તક્ષશીલા સંકુલમાં એક ભવ્ય મંદિર માટે પૂજન થયું છે, સાથે-સાથે પૂ.શંકરાચાર્યજી સદાનંદ સરસ્વતી મહારાજની પણ ઉપસ્થિતિ છે ત્યારે બ્રહ્મચોયાર્સીનું પણ આયોજન થયું છે જે સમગ્ર ગુજરાત માટે મહત્વનો પ્રસંગ છે, સમાજને સાચા માર્ગે દર્શનની જરૂ​​​​​​​ર છે, ધર્મની અભિરૂ​​​​​​​પે અર્ધમનો નાશ થવો જોઇએ, સનાતન ધર્મ બધાનું વિચારે છે અને કોઇ દુ:ખી થાય તેમ આ ધર્મ ઇચ્છતો નથી. કષ્ટ આપનારનું નિકંદન થવું જોઇએ, આજે ધર્મના રક્ષણ માટેનો સમય આવી ગયો છે, ભગવાન શ્રી કૃષ્ણએ પણ મર્યાદાનું પાલન કરાવ્યું હતું, ભગવાન પરશુરામના સ્વરૂ​​​​​​​પથી લોકોમાં સવૃતિનો સંચાર થાય છે, અહીંયા ભગવાનનું ભવ્ય ધામ ઉભું થનારૂ​​​​​​​ છે ત્યારે આ સંસ્થા વિવિધ સેવાકીય કાર્યો કરે છે.


આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂ​​​​​​​પાણી, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ટ્રસ્ટીઓ ગુણવંતભાઇ ભટ્ટ, વિપીનભાઇ પુંજાણી, કુન્નડના અવધેશદાસજી મહારાજ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં. 


ભગવાન પરશુરામે અનિષ્ઠો સામે રાહ ચિંઘ્યો છે: વિજય રૂ​​​​​​​પાણી

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂ​​​​​​​પાણીએ જણાવ્યું હતું કે, શંકરાચાર્યજીના વરદ હસ્તે આજે ભગવાન પરશુરામનું મંદિર બનાવવા પૂજન થયું છે, પરશુરામ ભગવાને અનીષ્ઠો અને અત્યાચારો સામે હંમેશા લડાઇ લડી છે, સમાજ અને માનવ જાતને ત્રાસ આપનાર સામે તેઓની લડાઇ હતી, આજે આતંકવાદીના સ્વરૂ​​​​​​​પે હિન્દુ સમાજને વિઘટીત કરનારા અનીષ્ઠો ઉભા છે ત્યારે જ્ઞાતિ-જાતિના અનિષ્ઠો સામે ભગવાન પરશુરામે રાહ ચિંઘ્યો છે, આ મંદિર બ્રહ્મસમાજનું નહીં સમગ્ર હિન્દુ સમાજને પ્રેરણા આપે છે, દેવોના દેવ બ્રાહ્મણો જ વિદ્યા આપી છે, કૃષ્ણ ભગવાનને ઋષિઓએ ભણાવ્યા હતાં, ત્યારે સનાતન ધર્મના યુગની શરૂ​​​​​​​આત થઇ હતી, બ્રાહ્મણોમાં ધર્મ પ્રત્યેની નિષ્ઠા છે, સોમનાથ મંદિર વખતે પણ બ્રાહ્મણો અગ્રેસર હતાં, વિદ્યાનું દાન બધાને આપવું જોઇએ, ધર્મની લાલશા બ્રાહ્મણો પાસે રહી નથી, ઇશ્ર્વર કરતા ગુરૂ​​​​​​​ મહાન છે ત્યારે આપણે સૌ સાથે રહીને આતંકવાદનો સામનો કરીએ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application