BREAKING NEWS

ગુંજ ઉઠી શહનાઇ! મહાપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ હાઉસ ફૂલ

  • December 01, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં ધૂમ લગ્ન ગાળા વચ્ચે મહાપાલિકાના ૨૮ કોમ્યુનિટી હોલનુ બુકિંગ ગઇકાલે તા.૩૦ નવેમ્બર સુધીમાં ફૂલ થઇ ગયાનું એસ્ટેટ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે. તિથિ મુજબના ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના દિવસોમાં વધુ લગ્ન હોવાના કારણે મનપાના તમામ કોમ્યુનિટી હોલમાં ૩૭૩ લગ્ન પ્રસંગોનું બુકિંગ થયું છે અને આજથી નવા માસની બુકિંગ વિન્ડો ખુલતાની સાથે અરજદારોનો ધસારો શરૂ થયો છે.

રાજકોટ મહાપાલિકા એસ્ટેટ વિભાગના કોમ્યુનિટી હોલ સસ્તા ભાડેથી મળતા હોય મધ્યમ વર્ગીય પરિવારો માટે ભારે આશીર્વાદરૂપ બન્યા છે, શહેરમાં કુલ ૨૮ કોમ્યુનિટી હોલ કાર્યરત છે. એસ્ટેટ વિભાગના નિયમ મુજબ કોઇ પણ પરિવારે તેમના પ્રસંગ માટે પોતાના વિસ્તારના લગ્ન હોલ ભાડે રાખવામાં ૯૦ દિવસ પહેલા બુકિંગ કરાવવુ ફરજિયાત છે. છેલ્લા ત્રણ માસ દરમિયાન થયેલા બુકિંગના આંક મુજબ તમામ લગ્નહોલ ફૂલ રહ્યા હતા. જેની સામે કમુરતા બાદ થનાર લગ્નો તેમજ ફેબ્રુઆરી માસમાં પણ અનેક લગ્નયોગ હોવના કારણે બે માસનુ બુકિંગ ગઇકાલ સુધીમાં ફૂલ થઇ ગયુ છે. ૨૮ લગ્નહોલ અને યુનિટોમાં ૩૭૩ બુકિંગ થયા હોવાનુ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application