ભાવનગર જિલ્લાના કોળિયાકના નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે આવેલા તામીલનાડુ રાજ્યના દર્શનાર્થીઓ ગુરુવારે સાંજના પરત ફરી રહ્યા હતા. તે વેળાએ કોળીયાક અને નિષ્કલંક વચ્ચે આવેલા બેઠવા નાળા ઉપરથી માલેશ્રી નદીનું ધસમસતુ પાણી જતું હોય તેમાં બસના ચાલક બેદરકારી દાખવી બસ ચલાવતા પાણીના પ્રવાહ વચ્ચે બસ ફસાતા પ્રવાસીઓના જીવ અધ્ધર થયા હતા. ઘટનાના પગલે જિલ્લા ક્લેક્ટર, એસપી, કમિશનર, ફાયર ટીમ, પોલીસ કાઠલો, સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા અને એનડીઆરએફની ટુકડીએ આખરે ટ્રકની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને કલાકોની જહેમત બાદ ટ્રકમાં રેસ્કયુ કરી ફેરવાયા હતા. પરંતુ પાણીના અવિરત પ્રવાહ વચ્ચે ટૂંક પણ એક બાજુ નધી જતા બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો. જેને લઈ તંત્રની ચિંતા વધી હતી. દરમિયાન એક ટ્રેક્ટર દોરડા લઈ રવાના કરવામાં આવ્યુ હતું. અને દોરડાની મદદથી તમામ દર્શનાથીઓને ભારે જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લાના સુપ્રસિધ્ધ કોળીયાકના દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવજીના દર્શનાથે તમીલનાડુના પ્રવાસીઓ આવ્યા હતા. જે સાંજના સાતેક કલાકના દરમિયાન પરત કરી રહ્યા હતા. તે વેળાએ કોળીયાક અને નિષ્કલંક મહાદેવ વચ્ચે આવેલા બેઠલા નાળામાં ઉપરવાસમાં વરસતા અવિરત વરસાદને થઈ માલેશ્રી નદીના પાણી ફરી વળતા પ્રવાહ વધી રહ્યો હતો. તેમાંથી ડ્રાઈવરે ચલાવતા બસ ફસાઈ જતા બસમાં મુસાફરી કરી રહેલા ૨૯ મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. દરમિયાન સ્થાનિક લોકો ઉમટી પડયા હતા.
પાણીના પ્રવાહમાં પ્રવાસીઓ ફસાયાના બનાવને લઈ જિલ્લા કલેક્ટર, પોલીસવડા, મહાનગર પાલિકાના કમિશનર, ધારાસભ્ય, ભાવનગર જામર ટીમ, પોલા પોલીસ, સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા. અને પાણી વચ્ચે બસમાં ફસાયેલા દર્શનાથીઓને ખેંચાવવા ટ્રકમાં આઠ તરવૈયાઓ દોરડા સાથે રવાના થયા હતા. સતત વરસી રહેલા વરસાદ અને પાણીના પ્રવાહ વચ્ચે તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બસમાં સચાર મુસાફરોને સુરક્ષિત બહાર કાઢયા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. એક કાઠે ફસાયેલી બસમાંથી તમામને બહાર કાઢવા મોકલવામાં આવેલ ટ્રક પણ પાણીના પ્રવાહ વચ્ચે એક - તરફ નમી જતા પાણીમાંથી બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો.
પ્રવાસીઓ ફસાયા હોવાની જાણ ચતા સેવાભાવી અને સ્થાનિક તરવૈયા સાથે કોળીયાક અને આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. અને બનાવને થઈ તંત્ર દોડતું થયું હતું. અને કલેકટર, જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતનો કાફલો દોડી ગયો હતો.ભારે બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. જયારે બસમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા દોરડા મંગાવવામાં આવ્યા હતા, તંત્રએ રાત્રીના ૧૧.૨૫ કલાકે ટ્રકમાં ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવા રેતી ભરેલ ટ્રક મંગાવી તેમાં સાત તરવૈયા સાધન સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યા હતા. પરંતુ પાણીના પ્રવાહમાં બચાવ કાર્ય સફળ થયું ન હતું. આખરે એનડીઆરએફની ટુકડી પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી બચાવ કાર્ય હાથ ધરાયું હતું. જેમાં સૌપ્રથમ નદીમાં મોટો ટ્રક મોકલી દોરડા સહિતની સાધનસામગ્રી વડે શરૂ થયેલી બચાવ કામગીરીમાં સફળતા મળી હતી. અને ભારે જહેમત બાદ બસમાં રહેલા તમામને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. કામગીરી સફળ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech