BREAKING NEWS

સરકારી જમીન પચાવવાનો આક્ષેપ: અમરેલી જિ.પં.ના સભ્ય સામે સભ્યપદ રદ કરવા માગ

  • May 22, 2026 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી : તાજેતરમાં યોજાયેલી ૨૦૨૬ની સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ અમરેલીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. અમરેલી જિલ્લ ા પંચાયતની સીટ નંબર ૨૮ (શેલણા) પરથી નવનિર્વાચિત બનેલા સભ્ય પ્રકાશ હિંમતભાઈ પાનસુરીયા સામે ગાંધીનગર મુખ્યમંત્રી અને વિકાસ કમિશનરની કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. વાંશિયાળી ગામના વિનોદભાઈ દેવશીભાઈ બગડા દ્રારા આ સભ્યપદ રદ કરવા અને તેમની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવા માટે સત્તાવાર માંગણી કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
અરજીમાં કરાયેલા આક્ષેપો અનુસાર, સાવરકુંડલા તાલુકાના વાંશિયાળી ગામની સર્વે નંબર ૨૬૫ પૈકી ૨ વાળી જમીન, જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૮ ના ભગં બદલ હત્પકમ નોંધ ન.ં ૪૪૩૨થી સરકાર હસ્તક કરવામાં આવેલી છે. આ સરકારી જમીન ખાલી કરવાના સ્પષ્ટ્ર આદેશો હોવા છતાં, ચૂંટાયેલા સભ્ય પ્રકાશ પાનસુરીયાએ આજ દિન સુધી આ જમીનનો કબજો છોડો નથી અને ત્યાં બિનકાયદેસર રીતે વાવેતર કરી રહ્યા છે. વધુમાં, આ સરકારી જમીન પરનું વીજ બિલ પણ હજુ સુધી તેમના જ નામે ચાલુ હોવાના ચોંકાવનારા પુરાવા પણ અરજદાર દ્રારા રજૂ કરવામાં આવ્યા છે.અરજદાર વિનોદભાઈ બગડાનો આક્ષેપ એ છે કે, પ્રકાશભાઈએ ૨૦૨૬ની ચૂંટણી ફોર્મ સાથે રજૂ કરેલા પોતાના સત્તાવાર સોગંદનામામાં આ સરકારી જમીન પરના ગેરકાયદે કબજાની વિગતો જાણીજોઈને છુપાવી છે.
વિકાસ કમિશનરને કરાયેલી અરજીમાં સ્પષ્ટ્ર માંગ કરવામાં આવી છે કે, યાં સુધી આ ગંભીર ગેરરીતિઓ અંગેની તપાસ પૂર્ણ ન થાય પ્રકાશ પાનસુરીયાને જિલ્લ ા પંચાયતના કોઈ પણ જવાબદાર જાહેર પદ કે વહીવટી હોદ્દા પર નિમણૂક આપવી જોઈએ નહીં.
ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૩૦ અને ૫૭ ટાંકીને અરજદારે જણાવ્યું છે કે, સરકારી જમીન પર દબાણ કરનાર કોઈ પણ વ્યકિત સભ્યપદે ચાલુ રહી શકે નહીં. આ મામલે અગાઉ તા. ૦૨૦૫૨૦૨૬ના રોજ અમરેલી કલેકટર અને જિલ્લ ા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરવામાં આવી ચૂકી છે. અરજદારે આખરી ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી
૧૫ દિવસમાં વિકાસ કમિશનર કચેરી દ્રારા સદર સભ્યને 'કારણ દર્શક નોટિસ' પાઠવી તેમનું સભ્યપદ રદ કરવાની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે, તો ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News