BREAKING NEWS

સીપી અને આઇજી સાથે મારે સંબંધ છે કહી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર કથિત પત્રકાર ઝડપાયો

  • August 21, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પત્રકાર તરીકે ઓખળ આપી પુનીતનગરના પ્રૌઢને ફસાવી મિત્રને ૭ લાખ રૂપિયા ઉછીના અપાવ્યા, બાદમાં રૂપીયા પરત ન કરવા પોલીસમાં અરજીઓ કરી: પ્રોઢની ફરિયાદ પરથી પરાગ પ્રજાપતિ સામે ગુનો નોંધાયો




શહેરના સીપી રેન્જ આઇજી સાથે મારે સબંધ છે કહી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરનાર કથિત પત્રકારને આજીડેમ પોલીસે ઝડપી લીધો હતો. કથીત પત્રકારે પુનીતનગરના પ્રૌઢને ફસાવી આરોપીએ મિત્રને સાત લાખ રૂપિયા ઉછીના અપાવ્યા બાદમાં રૂપીયા પરત ન કરવા પોલીસમાં અરજીઓ કરી હતી. સેટિંગના નામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિત્રતા હોવાનું કહીં મોટો તોડ કરે તે પૂર્વે પોલીસે તેનો ખેલ ઉંધો પાડી દીધો હતો.


પુનીતનગરની પાછળ માધવ વાટીકા- ૨ શેરી નં ૧ માં રહેતાં દિનેશભાઈ વલ્લભભાઇ ઠુમ્મર (ઉ.વ ૫૭) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરાગ પ્રજાપતિ (રહે. કોટડા સાંગાણી) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ બાંધકામની સાઈટ ઉપર સુપરવાઇઝરનું કામ કરે છે. પાંચેક વર્ષ પહેલા તેઓના મકાન વાળી શેરીમાં પરાગ પ્રજાપતિ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો ત્યારથી તેને તેઓ ઓળખે છે. પરાગ પોતે પત્રકાર છે, તેમ ઓળખ આપતો હતો.


સાતેક મહિના પહેલા પરાગ પ્રજાપતીએ વિરેન્દ્રભાઇ ચૌહાણ યુપીવાળા સાથે ઓળખાણ કરાવીને વીરેન્દ્ર ચૌહાણને ત્રણેક મહીના પુરાતા પાંચ લાખ રૂપીયા હાથ ઉછીના ટેકો કરવાનુ કહેતા પ્રૌઢે રૂ. ૫ લાખ આપ્યા હતા. બે દિવસ બાદ વિરેન્દ્રભાઈએ હજી રૂપીયા બે લાખ બહેનના લગ્ન માટે ત્રણ મહીના પુરતા જોઇએ તેમ કહેતા વધુ બે લાખ સહિત કુલ રૂ.૭ લાખ હાથ ઉછીના આપ્યા હતા.


ત્રણ મહીના જેટલો સમય થઈ જતા વીરેન્દ્ર પાસે રૂપીયા માગતા તેણે જવાબ આપ્યો ન હતો. જેથી પરાગને ફોન કરતા તેણે ફોન ઉપાડવાનુ બંધ કરી દીધેલ જેથી દોઢેક મહીના પહેલા વીરેન્દ્રભાઇને ફોન કરી રૂપીયા માંગતા તેણે કહ્યું હતું કે તા. ૧૦/૮/૨૦૨૬ સુધીમાં તમારા રૂપીયા આપી દઇશ. ગઈ તા. ૨૯ ના જાણવા મળ્યું હતું કે, વિરેન્દ્રએ ફરિયાદી સહિત સાતેક લોકો સામે પૈસા બાબતની અરજી કરી છે. જેથી મીત્ર પરાગ પ્રજાપતિને અરજી કર્યાની વાત કરતા તેણે કહ્યું કે, તમારા પૈસા આવી જશે, મે વીરેન્દ્ર પાસે મશીન લખાવી લીધુ છે, તમે ચીંતા ના કરો.


જે બાદ ફરીયાદીને પોલીસમાં બોલાવતા હોય જેથી પરાગ સાથે આ અરજી બાબતે અવાર નવાર ફોન પર વાત થતા તેમજ બીજા લોકો પાસેથી પણ જાણવા મળેલ કે, પરાગએ આ અરજી કરાવેલ છે. પરાગને પર ફોન વીરેન્દ્રની અરજી બાબતે વાત કરતા તેણે બ્રજેશ કુમાર જા પાસે જઈ આવ્યો રૂબરૂ. બધાય સાહેબુ હારે સેટીંગ જ કર્યું હોય ને, મે તો ઉપર ડી.સી.પી. અને સી.પી. બેય હારે સેટીંગ કરેલુ છે, ત્યાં કોઈનુ સેટીંગ ન થાય. આજીડેમની માલીપા ગમે ઇ જાયને કોઈનું હાલે એમ નથી, મારા સીવાય કોઇનુ ન હાલે, કારખાનુ મારા હાથ રહેશે દશ લાખનુ છે, મેં ગોઠવ્યુ હોયને એમા કોઇનું નો હાલે, તમારા ઘરનો પી.આઈ. હોય ને તોય નો હાલે, આપણે ગોઠવ્યુ છે, સાહેબુને દેવા ૫ડે, સી.પી.સાહેબ સાથે મીટીંગ થઇ ગઈ છે, સી.પી. બ્રજેશ કુમાર ઝા અને નીર્લીપ્ત રાય બંન્ને આપણા કોન્ટેકમાં છે, આવી તમામ પ્રકારની ફરિયાદી સાથે પરાગ પ્રજાપતિએ વાતચીત કરી છે.


પરાગ પ્રજાપતિએ પોતે પત્રકાર તરીકે હોવાની ખોટી ઓળખ આપી બીજુ સાત કરોડનુ કામ ઉતારવાની તેમજ વીરેન્દ્ર ચૌહાણએ કરેલ અરજીમાં પોતાનુ સેટીંગ હોવાનુ કહીને જેમાં પતાવટના બહાને મોટી રકમ મેળવવા પૈસા પડાવવાની કોશીષ કરતાં ફરીયાદ નોંધાવી હતી.


બનાવને લઇ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.વરૂ અને ટીમે આરોપી પરાગ પ્રવિણ ધંધુકીયા (ઉ.વ.૪૦, ધંધો લોન એજન્ટ રહે. ચંન્દ્રપાલ સોસાયટી શેરી નં.૧૯, મુળ રહે, કોટડાસાંગાણી) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application